Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂ પુર્ણિમાના દિવસે આ રીતે કરો ગુરૂ પૂજા, જીવનમાં ક્યારેય નહી રહે કોઈ વાતની કમી

ગુરૂ પુર્ણિમાના દિવસે આ રીતે કરો ગુરૂ પૂજા, જીવનમાં ક્યારેય નહી રહે કોઈ વાતની કમી
, સોમવાર, 15 જુલાઈ 2019 (05:37 IST)
ગુરૂ પૂર્ણિમા અષાઢ મહિનાની પુર્ણિમાના રોજ પડે છે. ગુરુ પૂર્ણિમા દિવસને શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યુ છે.  કારણ કે આ દિવસે ગુરૂ પૂજા કરવામાં આવે છે. આ વખતે ગુરૂ પુર્ણિમા 27 જુલાઈના રોજ છે. ગુરૂ પુર્ણિમાના દિવસે અર્થાત અષાઢ મહિનાની પૂનમના રોજ આદિ વ્યાસનો જન્મ થયો હતો. તેથી આ દિવસનુ મહત્વ વધી જાય છે.  આમ તો દેશમાં અનેક વિદ્વાન થયા પણ તેમા વેદ વ્યાસજીનુ મહત્વપુર્ણ સ્થાન છે. 
 
મહર્ષિ વેદ વ્યાસને ચારેય વેદોના રચયિતા માનવામાં આવે છે.  ગુરૂ પુર્ણિમાના દિવસે વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમા નિશુલ્ક શિક્ષા મેળવતા હતા તો તેઓ ગુરૂ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાપુર્વક પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ ગુરૂને દક્ષિણા આપીને કૃતકૃત્ય થતા હતા. વાસ્તવમાં સર્વપ્રથમ વેદોનુ જ્ઞાન આપનારા મહર્ષિ વ્યાસજી જ છે. તેથી તેમને આદિ ગુરૂ કહેવાય છે. 
 
ગુરૂ પૂજા વિધિ 
 
ગુરૂ પૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને ઘરની સફાઈ કરો. સ્નાન વગેરેથી પરવારીને સ્વચ્છ કપડા ધારણ કરી લો. ત્યારબાદ ઘરના મંદિર કે કોઈ પવિત્ર સ્થાન પર પાટલા પર સફેદ વસ્ત્ર પાથરીને તેના પર 12-12 રેખાઓ બનાવીને વ્યાસ પીઠ બનાવો. 
 
ત્યારબાદ આ મંત્રનો જાપ કરીને પૂજનનો સંકલ્પ લો. 'गुरुपरंपरासिद्धयर्थं व्यासपूजां करिष्ये' સંકલ્પ લીધા પછી દસે દિશાઓમાં ચોખા છોડવા જોઈએ. 
 
પછી વ્યાસજી, બ્રહ્માજી, શુક્રદેવજી, ગોવિદ સ્વામીજી અને શંકરાચાર્યજીના નામ કે મંત્રથી પૂજાનુ આહ્વાન કરો. અંતમાં તમારા ગુરૂ અથવા તેના ચિત્રની પૂજા કરીને તેમને યથા યોગ્ય દક્ષિણ પ્રદાન કરો. 
 
એક સહેલો ઉપાય 
 
જો તમે વિધિવત પૂજા કરવામાં અસમર્થ છો તો આ દિવસે કમસે કમ તમારા ગુરૂ કે પછી જે ઈષ્ટ દેવતાને તમે માનો છો તેમના ચરણ સ્પર્શ કરો. તમારી ક્ષમતા મુજબ ભેટ કે દક્ષિણા આપો. ફક્ત આટલુ કરવુ પણ ગુરૂ પૂર્ણિમાના દિવસે શુભ માનવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂ પૂર્ણિમા 2019 - ગુરૂ નથી તો ચિંતા ન કરશો, આમને બનાવો ગુરૂ અને આ રીતે લો દીક્ષા