Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુપ્રીયા પાઠકે કેરી ઓન કેસર નામની ગુજરાતી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી

સુપ્રીયા પાઠકે કેરી ઓન કેસર નામની ગુજરાતી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી
, શનિવાર, 14 મે 2016 (14:13 IST)
બોલિવૂડમાં સતત દર્શકોના દિલમાં વસેલા અભિનેત્રી સુપ્રીયા પાઠકે હવે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાની શરૂઆત કરી દીધી છે. તેમની પહેલી ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસર છે. આ ફિલ્મનું હાલ ગોંડલના ફેમસ પેલેસમાં શૂટિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક (કપૂર)ની સાથે દર્શન જરીવાલા  તેમજ  મધુર ભંડારકર ની કેલેન્ડર ગલ્સની હીરોઇન અવનિ મોદી આ ફીલ્મથી ગુજરાતિ ફીલ્મજગતમાં આવી રહ્યા છે. તેમજ આ સાથે રીત્તેશ મોઢ, અર્ચન ત્રિવેદી, અમીશ કે. તન્ના અન્ય કલાકારો સાથે દમદાર ગુજરાતી ફીલ્મ બની રહી છે.આ  ઉપરાંત આ ફિલ્મ સાથે અલીશા રફિક સોરઠીયા અને કુણાલ ભૂતા આ ફિલ્મના સહ નિર્માતા છે.  તેમજ ફિલ્મના લેખક અંકિત ત્રિવેદી અને ભૂમિકા  ત્રિવેદી છે. કેમેરામેન પુષ્કર સિંગ તેમજ એડિટર મનિષ મિસ્ત્રી, આર્ટ ડિરેક્ટર અભિષેક ખરસાણી, લાઇન પ્રોડ્યુસર અજય અહીર, કોસ્યૂમ ડિઝાઈનર વૂતિ આશર મોદી,  તેમજ સંગીત સચિન જીગરએ આપેલ છે.ગુજરાતી-હિન્દી ફિલ્મ જગત સાથે વર્ષો સુધી દરેકના દિલમા છવાયેલા દિના પાઠકના પુત્રી સુપ્રિયા પાઠક (કપૂર)ની પ્રોડ્યુસર કમલેશ ડી. ભૂપતાણી (ચક્કુ) તેમજ ભાવના મોદી અને ફિલ્મના લેખક અને નિર્દેશક ગુજરાતી નાટ્ય જગતના માનીતા અને સહુના જણીતા વિપુલ મહેતા છે. તેઓ આ ગુજરાતી ફિલ્મ "કેરી ઓન કેસર" થી ધમાકેદાર શરુઆત કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખની રઈસ ફિલ્મ અંગે થયેલ બદનક્ષીના કેસની સુનાવણી 30 મે સુધી ટળી ગઈ