Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેર્લિન કન્નડ ફિલ્મમાં આઈટમ સોંગ કરશે.

શેર્લિન કન્નડ ફિલ્મમાં આઈટમ સોંગ કરશે.
P.R
હિન્દી ફિલ્મોમાં અંગ પ્રદર્શન કરવા છતાં શેર્લિન ચોપડાને આજ સુધી સફળતા નથી મળી શકી. શેલિને નક્કી કરી લીધુ છે કે તે ત્યારે જ ફિલ્મ સાઈન કરશે, જ્યારે તેનુ પાત્ર મજબૂત હશે. પણ આજ સુધી તો તેને આવો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

સમય પસાર કરવા તેણે એક આલ્બમમાં પણ કામ કર્યુ, જેમાં તેમણે કરેલા અંગ પ્રદર્શન વિશે ચર્ચા થઈ.

હવે જાણવા મળ્યુ છે કે શેર્લિનને કન્નડ ભાષાની ફિલ્મમાં આયટમ સોંગ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. બની શકે કે હિન્દી ફિલ્મોમાં પોતાની સિક્કો ન ચાલવાથી શેર્લિન દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાનુ સ્વીકારી લે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ આયટમ સોંગને માટે બોલીવુડની બીજી અભિનેત્રીઓ સાથે પણ વાત કરવામાં આવી હતી, પણ તેમણે આ માટે ના પાડી દીધી. પછી આ પ્રસ્તાવ શેર્લિનને મળ્યો.

જણાવવામાં આવી રહ્યુ છે કે શેર્લિનને આ આયટમ સોંગ કરવા માટે મોટી રકમ મળશે. શેર્લિન કદાચ એ વિચારી રહી છે કે જો એકવાર તેણે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કરી દીધુ તો બોલીવુડમાં તેના નામ પર વિચાર કરવાનું જ બંધ થઈ જશે, અને જો તેને ત્યાં સફળતા મળશે તો તેણે હિન્દી ફિલ્મોમાં સ્થાયી થવામાં મદદ મળશે. કદાચ આ જ કારણે તેમને નિર્ણય લેવામાં સમય લાગી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati