ફિલ્મોમાં કામ કરનારા કલાકાર પોતાની ફિલ્મના રજૂ થતા પહેલા વિભિન્ન ચેનલ પર મુલાકાત આપતા કે રિયાલિટી શો માં ભાગ લેતા જોવા મળવા લાગ્યા. તેનાથી ટીવી અને સિનેમા બંનેની જરૂરિયાતો પુરી થઈ. મનીષા કોઈરાલા, મુકુલ દેવ, ગોવિંદા, શાહરૂખ ખાન જેવા કલાકારોના ગેમ શોનુ સંચાલન કર્યુ. અજય દેવગન, કાજોલ, ઈશા કોપ્પિકર, જીતેન્દ્ર, ઉર્મિલા માતોડકર રિયાલિટી શો માં જજની ભૂમિકામાં જોવા મળ્યા. તાજેતરમાં ટીવીની દુનિયામાં એટલો પૈસો આપવામાં આવી રહ્યો છે કે બોલીવુડના કલાકારોની આંખો પહોળી થવા લાગી છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાનુ આ દ્વાર તેમણે ટ્વેંટી-20 ક્રિકેટ જેવુ લાગી રહ્યુ છે. ફિલ્મમાં કામ કરવુ ટેસ્ટ મેચમાં રમવા જેવુ છે. જેમાં ઘણી મહેનત કરવી પડે છે અને પરિણામ આવવાની વાર લાગે છે. શાહરૂખ ખાન 'કોન બનેગા કરોડપતિ' નું સંચાલન સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. ટીવીથી ફિલ્મ અને પછી ટીવીની યાત્રા શાહરૂખે ખૂબ જ સારી રીતે કરી છે. તેમનો નવો શો 'ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?' જલ્દી શરૂ થવાનો છે. આ કાર્યક્રમમાં તેમને અકલ્પનીય પૈસા મળ્યા છે. કહેવાય છે કે આની કમાઈથી જ શાહરૂખે પ્રીમિયર લીગમાં કલકત્તા ટીમ ખરીદી છે.
અક્ષય કુમાર હંમેશા ટીવીથી દૂર રહ્યા, પણ જ્યારે તેમણે 'ફીયર ફેક્ટર'ના પ્રત્યેક એપિસોડના બદલે દોઢ કરોડ રૂપિયાની ઓફર મળી તો તે પોતાની જાતને રોકી ન શક્યા. સોની ટીવી પર સલમાન ખાનનો કાર્યક્રમ 'પાવર ઓફ ટેન' શરૂ થવાનો છે. આ કાર્યક્રમ અમેરિકા ટીવી શો 'ધ પ્રાઈસ ઈઝ રાઈટ'નુ દેશી વર્જન છે. આ કાર્યક્રમન 100 એપિસોડમાં ભાગ લેવાને બદલે સલમાન ખાનને લગભગ 100 કરોડ રૂપિયા મળશે. શુ સલમાન સલમાન ફિલ્મોમા કામ કરીને 100 કરોડ રૂપિયા કમાવી શકે છે ?
પૈસાને કારણે ટીવીની દુનિયા બોલીવુડના સુપરસ્ટાર્સને આકર્ષિત કરી રહી છે. ટીવીની દુનિયામાં જોખમ નામમાત્રનુ છે. આ કલાકારો વર્ષમાં એક ફિલ્મ કરવા માંગે છે, જેથી તેમની લોકપ્રિયતા ટકી રહે અને જેનો લાભ તે લાંબા સમય સુધી મેળવી શકે.