અભિનેત્રી મોનલ ગજ્જરે જાહેરમાં શૌચ કરતાં દુકાનદારને નાની યાદ અપાવી
, બુધવાર, 7 માર્ચ 2018 (16:01 IST)
ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી મોનલ ગજ્જરે ગઈ કાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે જાહેરમાં શૌચક્રિ્યા કરતા દુકાનદારને ટપારતા નજરે ચડે છે. જોકે વીડિયોમાં સ્પષ્ટ રીતે નજરે ચડે છે કે મોનલે તેને જાહેરમાં શૌચક્રિયા કરવાની ના પાડતા દુકાનદારે તેને અપશબ્દો ભાંડ્યા હતા. મોનલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હવે આ સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. હવે આજે મોનલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આ મામલાની પોલીસ ફરિયાદ નોંધાવીને મોટું પગલું લીધું છે.
મોનલે દુકાનદાર પર પોતાની સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ મૂક્યો છે અને આખો મામલાનો પોલીસકેસ કરીને જાહેરમાં શૌચ કરનાર દુકાનદારને નાની યાદ કરાવી દીધી છે. આ મામલામાં ચર્ચાનો મુદ્દો બની જનાર દુકાનદાર કમલેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મેં તો સાદી ભાષામાં જ વાત કરી હતી પણ બહેને મને ઉશ્કેર્યો ત્યારે મારાથી અપશબ્દો બોલી જવાયા હતા.
આગળનો લેખ