Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓગસ્ટમાં રીલિઝ થશે ગુજરાતી ફિલ્મ ‘લાલીયો NRI’, લાંબા બ્રેક બાદ હિતેન કરશે કમબેક

ઓગસ્ટમાં રીલિઝ થશે ગુજરાતી ફિલ્મ ‘લાલીયો NRI’, લાંબા બ્રેક બાદ હિતેન કરશે કમબેક
, રવિવાર, 19 જાન્યુઆરી 2020 (14:50 IST)
ગુજરાતી ફિલ્મોમાં ઘણી વાર્તાઓ સાથેની ફિલ્મો બની રહી છે પરંતુ આ હારમાળામાં એક નવાજ રંગરુપ સાથેની ફિલ્મ ડેનિયલ સ્ટુડિયો લઈને આવી રહ્યું છે જેનું ‘લાલીયો NRI’. આ ફિલ્મમાં ગુજરાતની વાર્તા તેમાં પણ જ્યાં વિશ્વના ખૂણે વસે છે તેવા ગુજરાતીઓના એનઆરઆઈ કનેક્શનની રજૂ કરતી આ ફ્રેશ વાર્તા આ ફિલ્મમાં નિહાળવા મળશે. આ ફિલ્મ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં રીલિઝ કરવામાં આવશે જેના પ્રોડ્યુસર અને ડીરેક્ટર સની કુમાર છે જ્યારે અન્ય પ્રોડ્યુસર સંજય ત્રિવેદી, વસંત પટેલ કો પ્રોડ્યુસર આકાશ નાયક છે. ફિલ્મમાં અભિયનમાં દિગ્ગજ કલાકાર હિતેન કુમાર, સંજયસિંહ ચૌહાણ, કિંજલ રાજપ્રિયા ઉપરાંત પ્રેમ ગઢવી, સ્મિતા જયકર, સંજયસિંહ ચૌહાણ, ભાવિની જાની, ચેતન દહીયા સહીતના જાણીતા કલાકારો છે.
webdunia
આ ફિલ્મ વિશે જણાવતા સ્ટોરી રાઈટર, ડીરેક્ટર અને પ્રોડ્યુસર એવા સની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસાણા, દક્ષિણ ગુજરાત, આણંદ કચ્છના અન્ય ગામોના લોકો વિદેશમાં વધુ વસવાટ કરે છે. બાળક જ્યારે મોટું થાય ત્યારથી તેના પર મહોર લાગી જાય છે કે, તારે વિદેશ જ જવાનું છે પરંતુ વિદેશ જવાના ઘણા શેટીંગ થતા હોય છે આ શેટીંગ શું છે, તેની પાછળ મથામણ શું કરવી પડે છે ત્યાં ગયા પછીની શું પરિસ્થિતિ છે તે બધું જ આ ફિલ્મમાં જોવા મળશે. 
webdunia
આ ફિલ્મના શૂટિંગ અંગે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ લંડન અને ગુજરાતના કેટલાક ભાગો જેમ કે મહેસાણા વગેરેમાં થશે. આ શૂટિંગ માર્ચ મહિના દરમિયાન થશે. આ ફિલ્મ એટલા માટે ખાસ બની રહેશે કેમ કે, આ ફિલ્મમાં એન્ટેરટેઈનમેન્ટ સાથે એક મેસેજ પણ આપવામાં આવશે. બીજું કે આ ફિલ્મની વાર્તા ગુજરાતીપણાનો અહેસાસ કરાવશે.

ગુજરાતી ફિલ્મોમાં ઘણી વાર્તાઓ સાથેની ફિલ્મો બની રહી છે પરંતુ આ હારમાળામાં એક નવાજ રંગરુપ સાથેની ફિલ્મ ડેનિયલ સ્ટુડિયો લઈને આવી રહ્યું છે જેનું ‘લાલીયો NRI’. આ ફિલ્મમાં ગુજરાતની વાર્તા તેમાં પણ જ્યાં વિશ્વના ખૂણે વશે છે તેવા ગુજરાતીઓના એનઆરઆઈ કનેક્શનની રજૂ કરતી આ ફ્રેશ વાર્તા આ ફિલ્મમાં નિહાળવા મળશે. આ ફિલ્મ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં રીલિઝ કરવામાં આવશે જેના પ્રોડ્યુસર અને ડીરેક્ટર સની કુમાર છે જ્યારે અન્ય પ્રોડ્યુસર સંજય ત્રિવેદી, રાજેન્દ્રસિંહ રાઠોડ, વસંત પટેલ કો પ્રોડ્યુસર આકાશ નાયક છે. ફિલ્મમાં અભિયનમાં દિગ્ગજ કલાકાર હિતેન કુમાર, સંજયસિંહ ચૌહાણ, કિંજલ રાજપ્રિયા ઉપરાંત પ્રેમ ગઢવી, સ્મિતા જયકર, સંજયસિંહ ચૌહાણ, ભાવિની જાની, ચેતન દહીયા સહીતના જાણીતા કલાકારો છે.
 
આ ફિલ્મ વિશે જણાવતા સ્ટોરી રાઈટર, ડીરેક્ટર અને પ્રોડ્યુસર એવા સની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસાણા, દક્ષિણ ગુજરાત, આણંદ કચ્છના અન્ય ગામોના લોકો વિદેશમાં વધુ વસવાટ કરે છે. બાળક જ્યારે મોટું થાય ત્યારથી તેના પર મહોર લાગી જાય છે કે, તારે વિદેશ જ જવાનું છે પરંતુ વિદેશ જવાના ઘણા શેટીંગ થતા હોય છે આ શેટીંગ શું છે, તેની પાછળ મથામણ શું કરવી પડે છે ત્યાં ગયા પછીની શું પરિસ્થિતિ છે તે બધું જ આ ફિલ્મમાં જોવા મળશે.  
 
આ ફિલ્મના શૂટિંગ અંગે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ લંડન અને ગુજરાતના કેટલાક ભાગો જેમ કે મહેસાણા વગેરેમાં થશે. આ શૂટિંગ માર્ચ મહિના દરમિયાન થશે. આ ફિલ્મ એટલા માટે ખાસ બની રહેશે કેમ કે, આ ફિલ્મમાં એન્ટેરટેઈનમેન્ટ સાથે એક મેસેજ પણ આપવામાં આવશે. બીજું કે આ ફિલ્મની વાર્તા ગુજરાતીપણાનો અહેસાસ કરાવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માર્ગ અકસ્માતમાં શબાના આઝમી ગંભીર રૂપથી ઘાયલ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર તેમની કાર ટ્રક સાથે અથડાઈ