Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિલિઝ થતાં જ છોકરી વિનાનું ગામ ફિલ્મ છવાઈ, સિનેમા હાઉસ ફૂલ, શું કહે છે પબ્લિક રિવ્યુહોલ

રિલિઝ થતાં જ છોકરી વિનાનું ગામ ફિલ્મ છવાઈ, સિનેમા હાઉસ ફૂલ, શું કહે છે પબ્લિક રિવ્યુહોલ
, શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (14:09 IST)
વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી યોજના એટલે બેટી બચાવો, બેટી પઢાઓ, આ યોજનાને લઈને હાલમાં સમાજમાં જાગૃતિ વધી છે. મહેસાણા જેવા જિલ્લામાં તાજેતરમાં જ માધ્યમોમાં પ્રકાશિત થયેલા આંકડાઓ પ્રમાણે હાલ પુરૂષોની દ્રષ્ટિએ સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે આ મુદ્દા પર બનેલી ગુજરાતી ફિલ્મ છોકરી વિનાનું ગામ આજે રિલિઝ થતાં જ સિનેમા ગૃહો હાઉસફૂલ દેખાયાં હતાં.
આ ફિલ્મ આજે 19 ઓગષ્ટના રોજ ભારત સહિત અમેરિકામાં પણ રિલીઝ થઈ હતી. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ ફિલ્મ લોકોને ખૂબ ગમી છે. ખાસ કરીને યુવા વર્ગ આ ફિલ્મને ખૂબજ વખાણી રહ્યો છે. તો બીજી બાજુ અમેરિકામાં પણ આ ફિલ્મ લોકોને પસંદ પડી છે. 
આ અંગે અલ્પેશ પંચાલ કહે છે કે એક નવી વિષય વસ્તુ સાથે બનાવેલી આ ફિલ્મ જોવાની મજા પડી ગઈ, અત્યાર સુઘી કોઈ ગુજરાતી ફિલ્મ જોવામાં મજા નહોતી પણ આ ફિલ્મ ખરેખર મજાની ફિલ્મ છે. તો સોહેલ નાયક કહે છે કે જ્યારે ફિલ્મનું ટાઈટલ જોયું ત્યારે મનમાં એમ લાગેલું કે આ ફિલ્મ કેવી હશે, ત્યારે ફિલ્મ જોયા પછી સમજાયું કે એક ગંભીર મુદ્દાને કોમેડીમાં રજુ કરીને સમાજને સારો સંદેશ આપવામાં આવ્યો છે.
કેતન દવે, મહેશ દવે, વિશ્વાસ જોશી અનેક યુવાનોએ આ ફિલ્મ આજે પહેલા શોમાં જોઈ અને તમામનો રિવ્યૂ માત્ર એક જ આવ્યો છે કે આ ફિલ્મ ખરેખર મજા કરાવી ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ફિલ્મ "તુ તો ગયો"નું મ્યુઝિક લોન્ચ થયું, આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, બેંગ્કોક તથા ઈટાલીમાં થયું