64મા નેશનલ ફિલ્મ એવોર્ડની ઘોષણા થઈ ચુકી છે જેમાં સોનમ કપૂરની ફિલ્મ નીરજાને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે જ્યારે ફિલ્મ રૂસ્તમ માટે અક્ષયકુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો અને ઉત્તરપ્રદેશને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે પસંદ કરવામાં આવ્યુ છે.જેમાં સ્પેશિયલ મેન્શનમાં ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’ જેવી યાદગાર ગુજરાતી ફિલ્મો આપનાર અભિષેક જૈને (સિનેમેન પ્રોડક્શન્સ) અમદાવાદના બહુચર્ચિત હિટ-એન્ડ-રન કેસ પર આધારિત ‘રોંગ સાઈડ રાજુ’ ફિલ્મ બનાવી હતી. સસ્પેન્સફૂલ, થ્રિલર ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ ગુજરાતના દર્શકોને ખાસી પસંદ આવી હતી.
આ ફિલ્મમાં પ્રતિક ગાંધી, કિમ્બરવી મેકબીથ અને આસીફ બસરા મુખ્ય ભૂમિકામાં છે. ગુજરાતી ફિલ્મમાં આ પહેલી જ વાર વિદેશી યુવતી (કિમ્બર્લી લૂઈઝા મેકબીથ) મુખ્ય ભૂમિકામાં એક્ટિંગ કરતી જોવા મળી હતી. ‘ફેન્ટમ ફિલ્મ્સ’ના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મના નિર્માતા છે, જાણીતા બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ, જ્યારે ફિલ્મના દિગ્દર્શક છે મિખિલ મુસળે.
મૂળ લંડનની પ્રોડક્શન ડિઝાઈનર કિમ્બરલીની અભિનેત્રી તરીકે આ પહેલી જ ફિલ્મ છે. અમદાવાદ આવેલી ફ્રેન્ચ કન્યાની ભૂમિકા સરસ રીતે ભજવી છે. યુટ્યૂબ પર ગરબાના લેસન લઈને એણે ફિલ્મમાં ગરબા પણ કર્યા છે… હીરો, એબીસીડી, બદલાપુર જેવી ફિલ્મના સંગીતકાર સચીન-જિગરનું સંગીત પણ ફિલ્મનાં કેટલાંક સબળ પાસાંમાંનું એક છે. અરીજિતસિંહના સ્વરમાં ગવાયેલું સતરંગી સોન્ગ યુટ્યૂબ પર ટ્રેન્ડિંગ બની ગયું છે. આ ઉપરાંત જિંદાબાદ રે ગીત પણ ગણગણવું ગમે એવું છે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાર્તાને અનુરૂપ છે