Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી ફિલ્મ શુભ આરંભ નું મ્યુઝિક લોન્ચ કરાયું

ગુજરાતી ફિલ્મ શુભ આરંભ નું મ્યુઝિક લોન્ચ કરાયું
, બુધવાર, 31 ઑગસ્ટ 2016 (15:23 IST)
આજનો યુગ ફરીવાર ગુજરાતી સિનેમાને ટોચ પર લઈ જવા માટેનો છે. ત્યારે વધુ એક ફિલ્મ તૈયાર થઈ જેનું નામ છે શુભ આરંભ. તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તેનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સાથે એક નાનકડા ફિલ્મ ટિઝરને પણ પત્રકાર પરિષદમાં દેખાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી.  આ ફિલ્મનું સંગીત ઋષિ વકિલે આપ્યું છે અને સ્વાનંદ કિરકીરે, કિર્તીદાન ગઢવી તથા દિવ્ય કુમારે તેમાં પ્લેબેક સિંગિગ કર્યું છે. ફિલ્મ પ્રમાણે તેનું સંગીત ખૂબજ સુંદર તૈયાર કરવામાં આવ્યું છે. લગ્નની મૌસમમાં કાને અથડાતા સંગીતની છાંટને ફિલ્મના સંગીતમાં આવરી લેવામાં આવી છે. 
webdunia


webdunia

ધ ટ્રાવેલિંગ સર્કસ એ ત્રણ અલગ ફિલ્ડનું બેકગ્રાઉન્ડ ધરાવતા મિત્રોનું સાહસ છે. જેઓ હવે પાર્ટનર તરીકે કામ કરી રહ્યાં છે. આ વિચાર તેમના ઝહનમાં લગભગ એકાદ વર્ષ પહેલાં આવ્યો હતો. ઘણા સંઘર્ષો બાદ આખરે તેઓ એક બિઝનેસમાં જોડાયા અને તે છે સિનેમા. આખરે તેમણે શુભ આરંભ નામની ફિલ્મનો સફળ પ્રોજેક્ટ પણ હવે તૈયાર કરી દીધો. આ ફિલ્મ ત્રણ યુવાનો નીરવ અગ્રવાલ, સૂર્યદીપ બાસીયા અને સિદ્ધાર્થ શ્રીવાસ્તવે પોતાના ફિલ્મી પેશનને સંતોષવા પ્રોડ્યુસ કરી છે.
webdunia

webdunia

આ ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો રિદ્દિમા અને શુભ નામના બે કેરેક્ટરની આસપાસ ફરે છે. રિદ્ધિમા એક મેરેજ કાઉન્સિલર છે અને શૂભ એક એનઆરઆઈ આર્કિટેક્ટ છે. આ બંને સમય જતાં ધીરે ધીરે એકબીજાને પસંદ કરવા લાગે છે. તેઓ પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનું નક્કી કરે છે. આપણે જીવનમાં જેમ વિચારીએ એવું અમુક વખત થતું નથી એમ આ ફિલ્મમાં આગળ શું થશે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ શુભ આરંભ ફિલ્મ એક ઈમોશ્નલ જર્ની છે. જેમાં હૃદયને સ્પર્શી જાય તેવા સંવાદો છે અને ઉત્સવોના કેનવાસ પર ચિત્રિત થયેલી આ ફિલ્મમાં ઘણા જ ઉતાર ચઢાવ પણ છે. જેનાથી દર્શકો ચોક્કસ સીટ પકડીને આ ફિલ્મને જોશે એ વાત નિશ્ચિત છે.
webdunia

આ ફિલ્મના દિગ્દર્શક અમિત બારોટ છે. જ્યારે તેનું નિર્માણ ધ ટ્રાવેલિંગ સર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અનુપમનો રોલ હર્ષ છાયાએ કર્યો છે. મનસ્વીનો રોલ પ્રાચી શાહ પંડ્યાએ કર્યો છે. શુભનો રોલ ભરત ચાવડા અને રિદ્ધિમાનો રોલ દીક્ષા જોશીએ કર્યો છે. આ ફિલ્મને વિપુલ શર્મા દ્વારા લખવામાં આવી છે. જ્યારે તેનો સ્કિનપ્લે અને સંવાદો અભિનય બેંકર દ્વારા લખવામાં આવ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રિયંકા ચોપરા અને સરોજખાનને ફેમપાવર મેન્ટ એવોર્ડ મળ્યો