યે શામ મસ્તાની. મદહોશ કિયે જાયે.. આ પ્રકારનુ કોઈ રોમાંટિક ગીત સાંભળવા મળે અને સાથે ચાની એક પ્યાલી હોય તો બસ કમી રહી જાય છે કંઈક ચટપટી વસ્તુની.. જે તમને એક અજીબ આનંદની અનુભૂતિ કરાવે છે. તો આવો આ ભીની વર્ષાઋતુમાં સાંજની ચા સાથે મજા લો રોલ્ડ પાપડીની...
સામગ્રી - મેદો 200 ગ્રામ, રવો 50 ગ્રામ, મોણ માટે રિફાઈંડ તેલ 65 ગ્રામ, મીઠુ સ્વાદમુજબ .. લવિંગ જરૂર મુજબ.
બનાવવાની રીત - મેદો-રવો અને મોણ માટેનુ તેલ તેમજ મીઠુ મિક્સ કરી સારી રીતે મસળી લો. જરૂર મુજબ પાણી મિક્સ કરીને કડક લોટ બાંધી લો. કડાહીમાં તળવા માટે તેલ નાખીને ધીમી આંચ પર મુકો. તૈયાર મેદાના નાના નાના લૂઆ બનાવીને પાતળી પાપડી તળી લો. દરેક પાપડીનો રોલ કરીને ત્રણ ત્રણ લવિંગ લગાવી દો. તેલમાં ધીમા તાપ પર રોલ્ડ પાપડી સોનેરી તળી લો. ચટની સાથે અથવા ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.