વેજ લૉલીપૉપ
વેજ લૉલીપૉપ બાળકોની મનપસંદ ડિશ છે. તેને બનાવવા માટે ઘણા શાકનો ઉપયોગ કરાય છે. તેથી આ પૌષ્ટિક પણ હોય છે. આજે અમે તમને વેજ લૉલીપૉપ બનાવવાની વિધિ જણાવીશ
સામગ્રી
150 ગ્રામ બટાકા
40 ગ્રામ ડુંગળી
40 ગ્રામ ગાજર
30 ગ્રામ શિમલા મરચા
30 ગ્રામ કોબીજ
25 ગ્રામ કાર્ન ફ્લોર
1/2 ટીસ્પૂન ચિલી ફ્લેક્સ
1 ટીસ્પૂન મીઠું
1/2 ટીસ્પૂન કાળી મરી
સૉસ માટે
2 ટીસ્પૂન તલનો તેલ
1 ટીસ્પોન લસણનો પેસ્ટ
2 ટીસ્પૂન સોયા સૉસ
1/2 ટીસ્પૂન ચિલી ફ્લેક્સ
આવી રીતે બનાવો
* એક બાઉલમાં લૉલીપૉપની બધી સામગ્રી નાખી મિક્સ કરી લો. હવે થોડું મિશ્રણ હાથમાં લો અને નાની-નાની બૉલ બનાવી લો. પછી આ બૉલને વચ્ચે લૉલીપૉપ સ્ટીક લગાવો.
* એમજ બાકી લૉલીપૉપ તૈયાર કરી લો. ત્યારબાદ કડાહીમાં તેલ ગર્મ કરી લો અને તેને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાઈ કરો.
* હવે એક પેનમાં 2 ટીસ્પૂન તલનો તેલ ગર્મ કરો. તેમાં 1 ટીસ્પૂન લસણનો પેસ્ટ નાખી હલાવો. પછી 2 ટીસ્પૂન કેચાપ, 2 ટીસ્પૂન સૉયાસૉઅસ અને 1/2 ટીપૂન ચીલી ફ્લેક્સ નાખી સારી રીતે મિક્સ કરો.
* પછી તેમાં 70 મિલી પાણી નાખી સૉસને ઘટ્ટ થતા સુધી રાંધવું.
* વેજ લૉલીપૉપ તૈયાર છે. તેને ગર્માગરમ સર્વ કરો.