Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટામેટા અને ડુંગળીની ચટણી

ટામેટા અને ડુંગળીની ચટણી
, રવિવાર, 14 એપ્રિલ 2019 (11:09 IST)
આ ચટણીમાં જે સ્વાદ છે એ કદાચ જ તમને કોઈ ચટણીમાં મળી શકે. આ ચટણી તમારા રસોડામાં રહેલ શાકભાજીમાંથી જ બનશે.  જાણો શુ શુ જોઈએ તે બનાવવા માટે.. 
 
જરૂરી સામગ્રી - 2 ટામેટા, 2 ડુંગળી, એક નાનો ટુકડો આદુ, 2-3 લીલા મરચા, એક વાડકી ધાણા, અડધી ચમચી જીરુ, એક ચપટી હિંગ, 4 લસણની કળીઓ છોલેલી. 
 
 
બનાવવાની રીત - સૌ પહેલા ટામેટાને ધોઈને ટુકડામાં કાપી લો. 
- ડુંગળીને પણ છોલીને નાના ટુકડામાં કાપી લો. 
- મિક્સર જારમાં લીલા મરચા, લસણ, આદુ, લીલાધાણા, જીરુ અને હિંગ નાખીને ઝીનુ વાટી લો. 
- પછી તેમા ટામેટા અને ડુંગળી નાખીને 1-2 મિનિટ સુધી વાટી લો. 
- ટામેટા-ડુંગળીની ચટણી તૈયાર છે. 
- રોટલી પરાઠા અને ડોસા સાથે આ ચટણીનો સ્વાદ માણો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુણ્યતિથિ વિશેષ - ભીમરાવ આંબેડકરના Top 21 વિચાર