આ રીતે બનાવો રાજસ્થાની રબડી
વર્તમાન દિવસોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે પણ ઘરમાંથી બહાર નીકળવુ બંધ થઈ શકતુ નથી. આવામાં ગરમીમાં આ કુલ ડિશની મદદથી તમે લૂ લાગવાથી બચી શકો છો. આજની આ રિપોર્ટમાં અમે તમને રાજસ્થાની રબડીની રેસીપી બતાવી રહ્યા છીએ. રાજસ્થાની રબડી છાશથી બને છે. તેને બાજરાની રબડી પણ કહેવામાં આવે છે. સખત તાપમાં છાશ તો બધા પીવે છે. આ વખતે છાશથી ઘરમાં રાજસ્થાની રબડી બનાવીને નવી ડ્રિંકનો મજા લઈ શકો છો.
આ લાભકારી અને યૂનિક ડ્રિંકથી તમે મહેમાનોનો આવકાર પણ કરી શકો છો.
રાજસ્થાની રાબડી માટે સામગ્રી
છાશ - 2 કપ
બાજરીનો લોટ - 1 મોટી ચમચી
આખુ જીરુ - અડધો નાની ચમચી
મીઠુ - સ્વાદમુજબ
સેકેલુ જીરુ - 1 નાની ચમચી
ફુદીનાના પાન - 4-5
આ રીતે બનાવો - રાજસ્થાની રબડી કે બાજરીની રબડી બનાવવા માટે સૌ પહેલા બાજરીનો લોટને ચાળી મુકો. ત્યારબાદ કોઈ મોટા વાસણમાં છાશ લો અને તેમા થોડો થોડો બાજરીનો લોટ નાખીને ચલાવતા રહો. આ વાતનુ ધ્યાન રાખો કે લોટ નાખ્યા પછી છાશમાં ગાંઠ ન પડે.
ત્યારબાદ આ મિશ્રણમાં મીઠુ અને જીરુ મસળીને નાખી દો અને પછી તમારી જરૂર મુજબ હિસાબથી પાણી મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને ધીમા તાપ પર ચઢાવી દો અને સતત હલાવતા રહો. મિશ્રણમાં એક ઉકાળો આવ્યા પછી તેને 10-15 મિનિટ સુધી પકવો.
આ રીતે તૈયાર થઈ જશે રાજસ્થાની રબડી.
રબડીને આખી રાત મુક્યા પછી ગ્લાસમાં થોડી રબડી અને છાશ મિક્સ કરતા તેમા સેકેલુ જીરુ અને ફુદીનાના પાન મિક્સ કરીને પીવામાં આવે છે.