Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Quick Breakfast Recipe - પનીર ડોસા

paneer dosa
, બુધવાર, 15 માર્ચ 2023 (14:20 IST)
પનીર ડોસા રેસિપી - પનીર ડોસા એક લોકપ્રિય નાસ્તો છે. તમે પનીર દોસાને લોકપ્રિય મસાલા ડોસા સાથે સરખાવી શકો છો.  બસ ફરક એટલો જ કે બટાકાના મસાલાને એક પનીર મરચા ફિલિંગ સાથે બદલી નાખ્યો છે. 
 
પનીર ડોસા માટે સામગ્રી 
 
2 કપ ડોસા બૈટર 
4 ટી સ્પૂન માખણ, પકવવા માટે 
 
પનીર ચિલી સ્ટફિંગ માટે સામગ્રી 
1 કપ સમારેલુ પનીર 
2 ટેબલ સ્પૂન માખણ 
1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી 
1/4 કપ ઝીણી સમારેલી શિમલા મરચા 
1/2 કપ સમારેલી કોબીજ 
1/2 કપ ઝીણા સમારેલા ટામેટા 
2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ 
2 ટી સ્પૂન ચિલી ગાર્લિક સોસ 
1 ટી સ્પૂન સોયા સોસ 
2 ટી સ્પૂન મરચા પાવડર 
1 ટી સ્પૂન ગરમ મસાલો 
મીઠુ સ્વાદ મુજબ 
 
બનાવવાની રીત - પનીર ચિલી સ્ટફિંગ બનાવવાની વિધિ 
 
- માખણને એક નોન-સ્ટિક પેનમાં ગરમ કરો. તેમા ડુંગળી નાખો અને મધ્યમ તાપ પર 2 મિનિટ સેકો 
- શિમલા મરચા અને કોબીજ નાખો અને ધીમા તાપ પર 1 થી 2 મિનિટ સુધી સેકી લો. 
-  ટામેટા નાખો, સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપ પર 2 મિનિટ માટે વચ્ચે હલાવતા પકવો 
- ટોમેટો કેચઅપ, ચિલી ગાર્લિક સૉસ, સોયા સોસ, મરચુ પાવડર, ગરમ મસાલો અને મીઠુ નાખો અને સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપ પર 2 મિનિટ માટે બાફી લો. 
- 1 ચમચી પાણી નાખો અને ધીમા તાપ પર 1 મિનિટ માટે પકવો અને બટાકા મૈશરનો ઉપયોગ કરી હળવા હાથે મસળી લો. 
- પનીર નાખો,  હળવેથી મિક્સ કરો અને એક મિનિટ બાફી લો. 
- સ્ટફિંગને 4 બરાબર ભાગમાં વહેંચી લો અને તેને જુદુ મુકો 
 
પનીર ડોસા બનાવવાની રીત - 
- પનીર ડોસા બનાવવા માટે એક નોન-સ્ટિક તવાને ગરમ કરો. તેના પર થોડુ પાણી છાંટો અને કપડાનો ઉપયોગ કરી લૂછી લો. 
- તવા પર ડોસા બૈટરને નાખો અને તેને ફેલાવીને 225 મિ. વ્યાસનો એક ગોળ પાતળો ડોસા બનાવી લો. 
- ડોસા પર 1 ટી સ્પૂન માખણ ફેલાવો અને ધીમા તાપ પર ડોસાને સાધારણ સોનેરી થતા સુધી બાફી લો. 
- પનીર ચિલી સ્ટફિંગનો એક ભાગ ડોસાના ઉપર ફેલાવો અને ધીમા તાપ પર 1/2 મિનિટ સુધી પકવી લો. 
- ડોસાને વાળીને અર્ધ ચક્ર બનાવી લો કે રોલ કરી લો. 
પનીર ડોસા તરત જ સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ આ 1 શાક જરૂર ખાવું, ફેટ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ રહેશે નિયંત્રણમાં