પોટેટો સ્માઈલી - સ્માઈલી પોટેટો ખાતા જ તમારા બાળકોના ચેહરા પર સ્માઈલ આવી જશે. વેબદુનિયા આજે તમને બતાવશે સ્માઈલી પોટેટો બનાવવાની રીત
જરૂરી સામગ્રી - પાંચ બાફેલા બટાકા છીણેલા
એક કપ પૌઆનો ચુરો
અડધો કપ કોર્ન ફ્લોર અથવા 4 પલાળેલી બ્રેડ
એક મોટી ચમચી કાળા મરીનો પાવડર
મીઠુ સ્વાદ મુજબ
તળવા માટે તેલ
બનાવવાની રીત - સૌ પહેલા એક બાઉલમાં છીણેલા બટાકાને લો અને તેમા કોર્ન ફ્લોર, મીઠુ, કાળા મરી પાવડર, પૌઆનો ચુરો નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- બધી સામગ્રીને સારી રીતેમિક્સ કરતા લોટની જેમ ગૂંથો. હથેળીને ચિકણી જરૂર કરી લો.
- હવે હાથમાં તેલ લગાવીને બટાકાનો લૂઓ બનાવી હાથમાં લો
- તેને ગોળ આકાર આપી થોડો દબાવી નાની મઠરી જેવો શેપ આપો.
- તેના પર સ્ટ્રોથી કાણું પાડીને બે આંખો બનાવી લો અને ચમચીના ઉપરના ભાગથી સ્માઈલી હોઠ બનાવી લો.
- મીડિયમ તાપ પર તેલ ગરમ કરો.
- તેલ ગરમ થતા જ સ્માઈલી નાખીને સોનેરી થતા સુધી બંને બાજુથી તળી લો. એક વારમાં કઢાઈમાં વધુ સ્માઈલી ન નાખશો નહી તો ક્રિસ્પી નહી બને.
- એક-એક કરીને બધી સ્માઈલીને પ્લેટમાં મુકતા જાવ.
- તૈયાર છે સ્માઈલી પોટેટો.. આને સોસ સાથે તમે પણ ખાવ અને બાળકોને પણ ખવડાવો.