બટાકા ચીઝ પુરી - તમે અત્યાર સુધી અનેક પ્રકારની પૂરીઓ બનાવીને ખવડાવી હશે પણ શુ તમે ક્યારેય બટાકા ચીઝ પુરી ટ્રાય કરી છે... નહી તો આજે જ બનાવો..
જરૂરી સામગ્રી - 2 બટાકા બાફેલા, 8 મોટી ચમચી મેદો, 100 ગ્રામ છીણેલુ ચીઝ, એક નાની ચમચી મીઠુ, અડધી ચમચી હળદર. 2 ઝીણા સમારેલા મરચા, 2 મોટી ચમચી ઝીણા સમારેલા ધાણા. અડધી નાની ચમચી ગરમ મસાલો. તળવા માટે તેલ.
બનાવવાની રીત - એક વાસણમાં મેદો, ચીઝ, બટાકા, મીઠુ, હળદર, લીલા મરચા, લીલા ધાણા અને ગરમ મસાલો નાખીને સારી રીતે ગૂંથી લો. (ધ્યાન રહે કે પાણી બિલકુલ પણ ન નાખો)
- ગૂંથેલા લોટમાંથી 10 નાના નાના લૂઆ બનાવી લો.
- હવે ગેસ પર મીડિયમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલના ગરમ થતા જ લૂઆમાંથી પૂરીઓ વણી લો અને તેને એક એક કરીને તળી લો.
- બટાકા ચીઝ પુરીને ગરમા ગરમ ચટણી કે અથાણા સાથે સર્વ કરો અને ખુદ પણ આનંદ લો.