Publish Date: Wed, 27 Jan 2016 (16:38 IST)
Updated Date: Wed, 27 Jan 2016 (16:58 IST)
જો તમે બાળકોને સવારે નાસ્તો કે સ્નેક્સમાં પૌઆ અને બ્રેડથી બનેલી કટલેટ ખવડાવશો તો તેને ખાઈને ખૂબ જ ખુશ થશે. તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ મુકી શકો છો. આવો જાણીએ બનાવવાની વિધિ
સામગ્રી - પૌઆ 1 કપ, મેદો 2 ચમચી. મધ્યમ આકારના બાફેલા બટાકા-3, તેલ 2 કપ, રાઈ 1/2 ચમચી. ડુંગળી ઝીણી સમારેલી 1, લાલ મરચાંનો પાવડર, 2 સમારેલા લીલા મરચાં, હળદર પાવડર, આમચૂર પાવડર, 1/2 ચમચી, મીઠુ સ્વાદમુજબ
બનાવવાની રીત - પૌઆને 5 મિનિટ માટે પાણીમાં પલાળીને મુકી દો. પેનમાં તેલ ગરમ કરી તેમા બટાકાને કાપીને 2-3 મિનિટ માટે ફ્રાય કરો. હવે તેમા લાલ મરચાંનો પાવડર, લીલા મરચાંનો પાવડર મિક્સ કરો અને મિશ્રણને એક વાડકીમાં પલટી નાખો.
આ મિશ્રણ સાથે પલાળેલા પૌઆ, મીઠુ, સમારેલા લીલા ધાણા, કાપેલા કાજુ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને 8થી 12 ભાગમાં વહેંચીને તેને કટલેટનો શેપ આપો.
કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા તૈયાર કટલેટ્સને સોનેરી ભૂરા રંગનુ થતા સુધી તળો. જ્યારે કટલેટ તૈયાર થઈ જાય ત્યારે તેને ટિશૂ પેપર પર કાઢી મુકો. હવે ગરમા ગરમ પોહા કટલેટને પોતાની પસંદની ચટણી સાથે સર્વ કરો.