Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેસીપી - ડુંગળીનુ અથાણું

રેસીપી - ડુંગળીનુ અથાણું
, શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (11:35 IST)
તમે અત્યાર સુધી ડુંગળીનુ સલાદ, ડુંગળીનુ સાલન અને ડુંગળીની ચટણી ખાધી હશે. પણ કદાચ જ ડુંગળીનુ અથાણુ કદાચ જ ચાખ્યુ હશે.  પકવાનગળીમાં જાણો ડુંગળીના અથાણાની રેસીપી. 
જરૂરી સામગ્રી - 1 કિલો નાની સાઈઝની ડુંગળી, 3 નાની ચમચી લાલ મરચુ પાવડર, 2 ચમચી હળદર પાવડર, 4 ચમચી આમચૂર, 5-6 ચમચી મીઠુ, 2 લીંબૂનો રસ, 10 ચમચી સરસવ પાવડર, 1 ચમચી સંચળ, એક ચોથાઈ કપ તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ડુંગળીને છોલી લો અને ચાર ટુકડામાં કાપી લો. હવે ડુંગળીને પુષ્કળ મીઠુ અને લીંબુના રસથી લપેટીને લગભગ 4 કલાક માટે મુકી દો. 
 
કાંચનો એક જાર લો. તેમા ડુંગળી, તેલ, આમચૂર, સંચળ, લાલ મરચુ, હળદર અને સરસવનો પાવડર નાખો. હવે ઉપરથી બચેલુ તેલ અને લીંબૂનો રસ નાખી દો.  પછી મીઠુ નાખીને જાર બંધ કરો.  આ જારને 12 દિવસ માટે મુકી દો અને ડુંગળી નરમ પડી જાય પછી સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટની ચરબી ઘટાડવી છે તો પીવો આ 10 પ્રકારની ચા