Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી Recipe- મિક્સ વેજ મેયો સેંડવિચ

ગુજરાતી Recipe-  મિક્સ વેજ મેયો સેંડવિચ
, બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (19:32 IST)
સામગ્રી 
6 બ્રાઉન બ્રેડ સ્લાઈસ 
1 કપ ડુંગળી 
1/2 કપ શિમલા મરચા 
1 કપ ટમેટા 
1/2 કપ સ્વીટ કાર્ન 
1/2 કપ કોબીજ 
2 ટીસ્પૂન મેયોનીજ 
1/4 ટીસ્પૂન ચાટ મસાલા 
1/4 ટીસ્પૂન લાલ મરચા પાઉડર 
1/4 ટીસ્પૂન શેકેલો જીરું પાઉડર 
મીઠુ સ્વાદપ્રમાણે 
બટર જરૂર પ્રમાણે 
 
વિધિ 
- સૌથી પહેલા એક વાસણમાં બધી શાકભાજી, મેયોનીજ, ચાટ મસાલા, લાલ મરચાં પાઉડર, શેકેલું જીરું અને મીઠુ નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. 
- એક બ્રેડની સ્લાઈસ પર એક ચમચી મિશ્રણ નાખી બીજી બ્રેડથી કવર કરી નાખો. 
- મધ્યમ તાપ પર તવા પર બટર નાખી ગરમ કરવા માટે મૂકો. 
- બ્રેડ રાખી બન્ને બાજુથી હળવા સોનેરી થતા સુધી શેકવું. 
- આ રીતે બધી સેંડવિચ તૈયાર કરી લો. 
- તૈયાર છે મિક્સ વેજ મેયો સેંડવિચ ગરમાગરમ સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ