સામગ્રી -
500 ગ્રામ મમરા
200 ગ્રામ ગોળ
3-4 ચમચી ઘી
1 કપ પાણી
વિધિ-
- સૌપ્રથમ એક કડાહીમાં ઘી નાખી ધીમા તાપે ગરમ કરો. હવે તેમાં મમરા નાખી હળવુ સંતાળી લો.
- ધ્યાન રાખો તાપ વધારે તીવ્ર ન કરવુ નહી તો મમરા બળી જશે.
- હવે એક બીજી કડાહીમાં એક ચમચી ઘી નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકો
- પછી તેમાં ગોળ નાખો.
- ગોળને સતત હલાવતા રહો.
- તાપ ધીમો રાખવો .
- - એક વાટકીમાં થોડું પાણી લઇ ગોળ નું ટીપું પાડો .
- પાણીમાં નાંખેલ ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય તો ચાશણી તૈયાર થઈ ગઈ.
- જ્યારે ગોળની એક તારની ચાશણી બની જાય તો ગેસ બંદ કરી તેમાં મમરા નાખી સારી રીતે મિક્સ કરી લો.
- હાથ માં તેલ લગાવી લાડુ બનાવવા .તૈયાર છે મમરાના લાડુ.