ચોમાસામાં ઘરે જ બનાવો ગરમા ગરમ મલાઈ કોફતા કઢી

ગુરુવાર, 25 જુલાઈ 2019 (00:41 IST)
સામગ્રી -  4  મધ્યમ આકારના બટાકાં બાફેલા તેમજ મસળેલા, ૨મોટી ચમચી ચણાનો લોટ, ૧-૧૫ કાજું, ૫૦ ગ્રામ પનીર, ૨ નાની ચમચી મીઠુ, ૧ નાની ચમચી લાલ મરચાનો પાઉડર, ૧/૨ નાની ચમચી હળદર પાઉડર, ૨ નાની ચમચી ધાણા પાઉડર, ૨ લીલા મરચાં ઝીણાં સમારેલા, ૨ ડુંગળીની પેસ્ટ, ૨ મોટી ચમચી આંદુલસણની પેસ્ટ, ૧ કપ તાજા ટામેટાની પેસ્ટ, ૨ મોટી ચમચી જામેલું દહીં, ૩ મોટી ચમચી તેલ, તળવા માટેજુદું તેલ, ૧/૪ કપ ક્રીમ સમારેલ લીલી કોથમીર, ચપટી ગરમ મસાલો.
 
રીત ઃ મસળેલા બટાકામાં ચણાનો લોટ, ૧/૨ ચમચી મીઠું, સમારેલ, લીલા મરચાં તેમજ પનીરને મિક્સ કરો. ત્યારબાદ નાના નાના ગોળ આકારના લૂઆ બનાવી તેને ગરમ તેલમાં સોનેરી રંગના તળી લો. ૩ મોટી ચમચી તેલ ગરમ કરો. ડુંગળી તેમજ લસણ આદુની પેસ્ટ નાખીને સાંતળો. ટામેટાની પેસ્ટ તેમજ દહીં નાખીને બાકીનો મસાલો નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળતા રહો. ૨ કપ પાણી નાખી ઉકાળો. કોફતા નાખો તેમજ એક ઊભરો આવતાની સાથે નીચે ઊતારી લો. ખૂબ ફીણેલું ક્રીમ, સમારેલી કોથમીર તેમજ મસાલો નાંખો.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ચહેરાના અણગમતા વાળથી પરેશાન છો ? તો અપનાવો ઈંડા-ખાંડનો આ ઉપાય