- અનિતા બર્વે
સામગ્રી - એક વાડકી તુવેરની દાળ, 2 વાડકી ઘઉંનો લોટ, 6 મધ્યમ આકારના બાફેલા બટાકા, 2 ડુગળી, 3-4 આમલીના ટુકડા, તેલ, મીઠું, લાલ મરચું, હળદર, રાઈ, ખાંડ.
બનાવવાની રીત : સૌ પ્રથમ તુવેરની દાળને બાફી લો. બિલકુલ થોડા તેલમાં બાફેલા બટાકાં અને ડુંગળી નાખીન શાક બનાવી લો. પછી ગેસ પર કઢાઈ મુકી તેલ નાખો. તેલ ગરમ થયા પછી રાઈ, હળદર નાખો. પછી તુવેરની દાળ નાખીને તેમાં લાલ મરચું, મીઠું સ્વાદમુજબ અને આમલીના ટુકડા અને થોડી ખાંડ નાખો. થોડું પાણી નાખીને દાળને ઉકળવા દો.
સાથે જ બીજી બાજુ મોણ નાખીને બાંધેલા લોટની પુરી બનાવો. આ પૂરીમાં બટાકા-ડુંગળીનુ શાક ભરીને કચોરીનો આકાર આપો. આ રીતે દરેક કચોરી તૈયાર કરી લો આ કચોરીઓ ઉકળતી દાળમાં નાખી ગેસ ધીમી કરી દો. જ્યારે કચોરીઓ ફૂલીને ઉપર આવીને તરવા માંડે ત્યારે સમજો કે તમારી દાળ કચોરી તૈયાર છે. સમારેલા લીલા ધાણા નાખીને ગરમા ગરમ સર્વ કરો.