Publish Date: Sat, 11 Jan 2020 (15:56 IST)
Updated Date: Sat, 11 Jan 2020 (16:15 IST)
પોતાના એંટીસેપ્ટીક ગુણોને કારણે હળદર સ્કિન કપાતા વગેરે પર લગાવવા ઉપરાંત ત્વચા માટે પણ ખૂબ લાભકારી છે. ખાસીમાં આરામ પહોંચાડનારી હળદર તમને ગોરા પણ બનાવી શ્સકે છે પણ શુ તમને ખબર છે કે કાચી હળદર પણ આરોગ્ય ખૂબ લાભકારી હોય છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે કે કાચી કેરીનુ અથાણુ
સામગ્રી
કાચી હળદર છીણેલી એક કપ
સરસવનુ તેલ અડધો કપ
મીઠુ અઢી ચમચી
લાલ્મર્ચુ અડધી નાની ચમચી
મેથી 2 ચમચી વાટેલી
સરસવનો પાવડર બે ચમચી
સોંઠ પાવડર 1 ચમ્ચી
હીંત 2-3 ચપટી
લીબુનો રસ અડધો કપ
આ રીતે બનાવો અથાણુ
સૌ પહેલા સુકી હળદરને છોલી લો અને સારી રીતે ધોઈને સુકાવી લો. તાપમાં મુકવા ઉપરાંત તેને કપડાથી સારી રીતે લૂંછી લો. હવે તેણે છીણી લો. એક કડાહીમાં સરસવનુ તેલ નાખીને ગરમ થવા દો. પછી તાપ પરથી ઉતારીને ઠંડુ કરી લો અને તેમા હીંગ મેથી સાથે જ બધા મસાલા અને છીણેલી કાચી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો. તેને એક વાસણમાં કાઢીને તેમા તેમા લીંબુનો રસ મિક્સ કરો અને ઢાંકીને 4-5 કલાક માટે મુકી દો. પછી તેને કાંચના સુકા કંટેનરમાં મુકીને 2-3 દિવસ તાપ લાગવા દો. તેનાથી અથાણુ લાંબા સમય સુધી ખરાબ થતુ નથી અને તેનો સ્વાદ પણ સારો રહે છે.