કંઈક નવુ ખવડાવીને બાળકોને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો ખવડાવો બ્રેડ પિજ્જા. આ યમી અને ઝટપટ બનનારી ડિશ તેમને જરૂર ભાવશે. જાણો તેને કેવી રીતે બનાવશો..
સામગ્રી - 6 બ્રેડ સ્લાઈસ બ્રાઉન અથવા વ્હાઈટ
અડધો કપ સ્વીટ કોર્ન, બાફેલા બટાકા, એક શિમલા મરચુ ઝીણી સમારેલી. એક ડુંગળી ઝીણી સમારેલી, એક ટામેટુ ઝીણુ સમારેલુ, 5 નાની ચમચી માખણ, એક કપ મોજરેલા ચીઝ છીણેલુ, એક ચોથાઈ નાની ચમચી કાળા મરીનો પાવડર, 6 ચમચી પિઝ્ઝા ટોમેટો સોસ, મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત - સૌ પહેલા બ્રેડની સ્લાઈસ પર માખણ લગાવી લો પછી તેના પર ટોમેટો પિઝ્ઝા સોસ લગાવી લો.
-ત્યારબાદ તેના પર શિમલા મરચુ, ટામેટા અને ડુંગળી નાખી દો.
- પછી તેના પર સ્વીટ કોર્ન, કાળા મરીનો પાવડર અને મીઠું છાંટી દો. ત્યારબાદ ચીઝ નાખો.
- આટલી તૈયારી કર્યા પછી એક નોનસ્ટિક તવાને ધીમા તાપ પર ગરમ કરી 1 થી બે ચમચી માખણ લગાવો. જ્યારે માખણ ગરમ થઈ જાય ત્યારે તાપ ધીમો કરી દો અને તવા પર જેટલી બ્રેડ આવી જાય એટલી મુકી દો.
- ત્યારબાદ તવાને એક પ્લેટથી ઢાંકી દો અને લગભગ 5 મિનિટ સુધી પકવો.
- વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને જોતા રહો.
- જ્યારે શિમલા મરચુ નરમ થઈ જાય અથવા બ્રેડ કુરકુરી થઈ જાય તો પિજ્જાને તવા પરથી કાઢી લો.
- બ્રેડ પિઝ્ઝા તૈયાર છે. તેને પ્લેટ પર કાઢીને ટોમેટો સોસ સાથે સર્વ કરો.