Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી સ્નેક્સ - મસાલા ખાખરા

ગુજરાતી સ્નેક્સ - મસાલા ખાખરા
, સોમવાર, 2 જુલાઈ 2018 (14:34 IST)
ગુજરાતી પરંપરાગત લોકપ્રિય ખાખરા દેખાવમાં પાપડ કે પાતળા પરાઠા જેવા એકદમ કુરકુરા હોય છે. ચા સાથે કુરકુરા મસાલા ખાખરા ખાવાની મજા જ કંઈ જુદી છે. આ અનેક રીતે જેવા કે મસાલા, જીરા મેથી અજમો અને અન્ય ફ્લેવરમાં બની શકે છે. સૌથી મોટી વાત કે આ બનાવવામાં સહેલા પણ છે. આ લાંબો સમય સુધી ટકી રહે છે તેથી તમે તેને યાત્રા કરવા નીકળ્યા હોય તો બનાવીને લઈ જઈ શકો છો. 
 
સામગ્રી - 1 કપ ઘઉંનો લોટ, બેસન - 2 ચમચી, તેલ-2-3 ચમચી, કસૂરી મેથી-1 ટેબલ સ્પૂન, અજમો-1/4 નાની ચમચી, હીંગ - ચપટી, હળદર પાવડર-1/4 નાની ચમચી, જીરુ-1/4 નાની ચમચી, લાલ મરચું પાવડર-1/4 ચમચી, લીલા મરચા - 1(ઝીણી સમારેલી), મીઠુ સ્વાદમુજબ, દૂધ-1/2 કપ 

આગળ જાણો કેવી રીતે બનાવશો ખાખરા 

બનાવવાની રીત - એક કથરોટમાં ઘઉંનો લોટ કાઢી લો. તેમા બેસન, કસુરી મેથી, અજમો, હીંગ, હળદર, જીરુ, લાલ મરચું, ઝીણા સમારેલા લીલા મરચા, મીઠુ અને 2 નાની ચમચી તેલ નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો. થોડુ થોડુ દૂધ નાખતા રોટલીના લોટ જેવો સખત લોટ બાંધી લો. જરૂર પડે તો 1-2 ચમચી પાણી નાખો. 
 
લોટને ઢાંકીને 15-20 મિનિટ માટે મુકી દો. લોટ સૈટ થઈને તૈયાર થઈ જશે. 
 
લોટ તૈયાર છે. હાથ પર થોડુ તેલ લગાવીને લોટને મસળી લો. લોટમાંથી નાની નાની લોઈ તોડી લો. હવે એક લોઈ ઉઠાવો અને તેને સારી રીતે મસળીને ગોલ બનાવીને ફરી પ્યાલામાં મુકી દો. બધી લોઈ આ રીતે બનાવીને તૈયાર કરી લો. હવે એક લોઈ ચકલા પર મુકીને વણો. જો ચકલા પર લોટ ચોંટે તો તેને લોટમાં લપેટીને એકદમ પાતળી રોટલી વણી લો. 
 
તવો ગરમ કરો અને આ વણેલી રોટલીને તવા પર સેકો.  એકબાજુ થોડી સેકાયા પછી ખાખરાની ઉપરની બાજુનો કલર બદલાય જાય છે. હવે તેન પલટો અને બીજી બાજુ પણ આ રીતે જ સેકો અને ફરી તેને પલટો. કોઈ સાફ સ્વચ્છ કપડાને ખાખારાની ચારે બાજુથી હલકા હાથે દબાવીને મીડિયમ તાપ પર પલટી પલટીને સેકો. ખાખરા બંને બાજુથી બ્રાઉન ટપકાંવાળા થવા જોઈએ. 
 
સેકેલો ખાખરો પ્લેટમાં મુકો. આ રીતે બધા ખાખરા તૈયાર કરો.  તમે તેલ લગાવીને પણ ખાખરા સેકી શકો છો.  ખાખરા તૈયાર થાય કે તેને ઠંડા કરીને એક એરટાઈટ ડબ્બામાં ભરી લો. 
 
સલાહ - ખાખરા એકદમ પાતળા વણશો તિ સારા ક્રિસ્પી બનશ. ખાખરાને ધીમા અને મીડિયમ તાપ પર જ સેંકો. 
10 ખાખરા બનવવા માટે લાગતો સમય - 60 મિનિટ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ