Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી રેસીપી - કેરીનો તડકા છુંદો

ગુજરાતી રેસીપી - કેરીનો તડકા છુંદો
, મંગળવાર, 15 માર્ચ 2016 (14:00 IST)
સામગ્રી - કેરી - 1  કિલો, ખાંડ - 750 ગ્રામ, મીઠું, હળદર - પ્રમાણસર, જીરું - ૧ ચમચી, મરચું - ૧ ચમચો, તજનો પાઉડર - અડધી ચમચી, એલચીનો પાઉડર - અડધી ચમચી. 
બનાવવાની રીત - કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠા અને હળદરમાં ચોળી લો. દબાવીને પાણી કાઢી નાખો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે આ છીણને એક તપેલામાં ભરીને ઉપર સ્વચ્છ કપડું બાંધી દો અને તડકામાં મૂકી રાખો. દરરોજ બે વખત ચમચાથી હલાવતાં રહો અને ખાંડની ચાસણી થઇ જાય ત્યાં સુધી રહેવા દો.  ખાંડ ઓગળીને કેરીના છીણમાં એકસાર થઈ જાય તો સમજો છુંદો તૈયાર છે. હવે તેમા  અધકચરું વાટેલુ જીરુ અને તજ-એલચીનો પાઉડર તથા મરચું મિક્સ કરીને છુંદાને બરણીમાં ભરી લો.

Share this Story:

Follow Webdunia gujarati