Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરે જ બનાવો લીંબુનું ખાટુ મીઠુ અથાણું

ઘરે જ બનાવો લીંબુનું ખાટુ મીઠુ અથાણું
, શનિવાર, 2 જાન્યુઆરી 2016 (17:01 IST)
વિટામિન C થી ભરપૂર લીંબુનુ ખાટુ-મીઠુ અથાણું બનાવો. રોજ જમવા સાથે ખાઈને સ્વાસ્થ્ય અને સ્વાદ વધારો. 
સામગ્રી - 500 ગ્રામ લીંબુ, 500 ગ્રામ ખાંડ, 1થી2 ચમચી સંચળ, એક નાનકડી ચમચી મોટી ઈલાયચીનો પાવડર, 6 થી 8 કાળા મરીનો પાવડર, અડધી ચમચી લાલ મરચુ, 4થી 5 ચમચી મીઠુ. 
 
બનાવવાની રીત - એક એક લીંબૂને 4 ટુકડામાં કાપીને મીઠુ નાખીને નરમ થવા માટે 20થી25 દિવસ માટે એક કાચની બોટલમાં મુકી રાખો. વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહો. 
- જ્યારે લીંબૂ નરમ થઈ જાય તો લીંબૂમાં ખાંડ, કાળા મરીનો પાવડર, સંચળ, લાલ મરચુ અને મોટી ઈલાયચીનો પાવડર મિક્સ કરીને 3-4 દિવસ માટે તાપમાં મુકી રાખો. 
- રોજ સ્વચ્છ કોરી ચમચીથી અથાણાને એકવાર જરૂર હલાવો. 
- એક અઠવાડિયામાં લીંબુનુ ખાટુ મીઠુ અથાણુ સારી રીતે બનીને તૈયાર થઈ જશે. 
- ધ્યાન રાખો કે અથાણુ કાયમ સ્વચ્છ અને સૂકી ચમચીથી જ લો. 

Share this Story:

Follow Webdunia gujarati