સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, તેલ કે ઘી 2-3 ચમચી, ટામેટા, મેથીદાણા, સીંગદાણા, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, ખારેક, ટોપરું, ગરમ મસાલો, ગોળ, કોકમ, ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.
સૌ પ્રથમ તુવેર દાળને સારી રીતે ધોઈ અડધો કલાક પલાળવી, પછી તેનું પાણી કાઢી કુકરમાં લઇ 4 કપ પાણી, કાચા શીંગદાણા અને થોડું મીઠું નાખી ચાર સીટી વગાડી દાળ બાફી લેવી. બાફયા પછી દાળ નરમ અને મુલાયમ થઈ જશે. હવે દાળને જેરી લો
હવે દાળમાં વધાર માટે એક પેન અથવા કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. તેમાં મેથીના દાણા અને રાઈ નાખોં. જ્યારે રાઈ ફૂટવા લાગે, ત્યારે તેમાં લવિંગ, તજ, જીરું અને ચપટી હીંગ નાખોં. તેમાં સૂકું લાલ મરચું, છીણેલું આદું, સમારેલું લીલું મરચું, કાપેલું ટામેટું અને લીમડાના પાન નાખોં. તેને થોડીવાર સાંતળો અને પછી તેમાં પીસેલી દાળ નાખોં.
હવે દાળમાં લાલ મરચું પાઉડર અને હળદર,ગોળ, ધાણા પાઉડર ઉમેરી તેને હલાવવી, પાંચેક મિનીટ દાળને મધ્યમ તાપમાન પર ઉકાળી ગેસ બંધ કરવો. તેમાં કોથમીર નાખી અને જરૂર મુજબના લીંબુનો રસ નાખો. તો તૈયાર છે ટેસ્ટી ગુજરાતી દાળ.