Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Cooking Tips- મરચા કાપ્યા પછી હાથમાં હોય છે બળતરા તો આ રીતે મેળવો રાહત

Cooking Tips- મરચા કાપ્યા પછી હાથમાં હોય છે બળતરા તો આ રીતે મેળવો રાહત
, સોમવાર, 17 મે 2021 (13:13 IST)
ઘણી મહિલાઓ ભોજન બનાવવામાં લીલા મરચા ઉપયોગ કરે છે. આ ભોજનનો સ્વાદ વધારવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. પણ ઘણીવાર તેને કાપવાથી હાથમાં બળતરા અને ખંજવાળ થવા લાગે 
છે. ઘણીવાર ત્વચાનો રંગ પણ લાલ થઈ જાય છે. તેથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છે . તેની મદદથી તમે તમારી આ પરેશાનીથી 
છુટકારો મેળવી શકો છો. 
એલોવેરા જેલ કરશે કામ 
એલોવેરા જેલમાં એંટી ઑક્સીડેંટ્સ અને ઔષધીય ગુણ હોય છે. તેથી તમે હાથમાં મરચાના બળતરા અને ખંજવાળ હટાવવા માટે તમે એલોવેરા જેલ ઉપયોગ કરી શકો છો. તેના માટે એલોવેરા જેલથી 3-5 મિનિટ 
સુધી મસાજ કરવી. તેનાથી બળતરા ઓછા થઈ ઠંડક મળશે. 
 
દહીંનો ઉપયોગ 
હાથ પર 3-5 મિનિટ દહીંથી મસાજ કરવાથી પણ બળતરા ઓછા થવામાં મદદ મળશે. સાથે જ ઠંડક મળશે. 
 
દૂધ જોવાશે કમાલ 
દૂધ તો દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તેથી તમે દહીં ન થતા પર દૂધ ઉપયોગ કરી શકો છો. તેના માટે થોડીવાર ઠંડા દૂધમાં હાથ ડુબાડો. તેનાથી હાથમાં થતી બળતરા અને ખંજવાળથી આરામ મળશે. 
 
નારિયેળ તેલ જોવાશે અસર 
હાથમાં મરચાની બળતરા હટાવવા માટે તમે નારિયેળ તેલ ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટી ઈંફ્લેમેટરી, એંટી બેક્ટીરિયલ ગુણ ઈજા પૂરતા અને બળતરા શાંત કરવામાં મદદ કરે છે. તેના માટે તમને માત્ર નારિયેળ તેલથી હાથની મસાજ કરવી છે. 
 
ગ્લ્વસ પહેરવો પણ યોગ્ય 
જો તમે મરચા કાપવાથી હાથ પર વધારે બળતરા હોય છે તો તમે તેને કાપવાથી પહેલા ગ્લવ્સ પહેરવું. તેનાથી તમે સરળતાથી કોઈ પરેશાની તેને કાપી લેશો. પણ તેને ઉતારતા સમયે ધ્યાન રાખો કે ગ્લવ્સ ઉલ્ટો 
જ કાઢવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kitchen Tips- કિચનને કરવા ઈચ્છો છો Renovate તો અહીંથી લો ઘણા Ideas