Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

Besan Bhurji- ઘરે કોઈ શાક નથી તો બનાવી લો બેસનની ભુરજી

Besan Bhurji
, ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (13:05 IST)
સામગ્રી 
 
ચણાના લોટ/ બેસન- 1 કપ 
ડુંગળી- 1 સમારેલી 
ટામેટા - 1
લીલા મરચા - 2-3
કોથમીર - ગાર્નિશ માટે
હળદર- અડધી ચમચી
લાલ મરચું પાવડર – અડધી ચમચી
મીઠું - સ્વાદ મુજબ
જીરું - અડધી ચમચી
તેલ - 2 ચમચી
પાણી - 1 કપ
 
બેસન ભુરજી રેસીપી
સૌ પ્રથમ, ઉપર જણાવેલ સામગ્રી તૈયાર કરો અને રાખો. પછી એક બાઉલમાં ચણાના લોટને સારી રીતે ચાળી લો.
હવે એક વાસણમાં ચણાનો લોટ, હળદર, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. ધીમે ધીમે તેમાં પાણી ઉમેરો અને પાતળું મિશ્રણ બનાવો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો. આ પછી તેમાં ડુંગળી અને લીલા મરચા નાખીને હલકું સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. 

હવે તાપ ઓછી કરો અને તેમાં સમારેલા ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી પકાવો. આ સમય દરમિયાન, ચણાના લોટના તૈયાર મિશ્રણને પેનમાં મૂકો અને સતત હલાવતા રહો. 
ધ્યાન રાખો કે તેમાં કોઈ ગઠ્ઠો ન હોવો જોઈએ. ત્યારબાદ આ મિશ્રણને સતત હલાવતા રહીને ધીમી આંચ પર પકાવો. જ્યાં સુધી તે ઘટ્ટ થઈને ભુર્જી ન બને ત્યાં સુધી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

16 Beauty Tips in Gujarati - તમારો ચેહરો ખૂબસૂરત બનાવવા માંગો છો તો અપનાવો આ ઘરેલું ઉપાય