Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોમ મેડ બ્રેડ

હોમ મેડ બ્રેડ
N.D
સામગ્રી - એક ટેબલ સ્પૂન બટર અથવા એપલ સોસ, એક ટેબલ સ્પૂન મીઠુ, 1/3 કપ મોલાસિસ(શીરા), 1-1/2 કપ ઉકળતુ પાણી, 1/3 કપ યલો કોર્ન મીલ, 3-1/2 કપ મેંદો અને એક પેકેટ યીસ્ટ

બનાવવાની રીત - એક મોટા વાડકીમાં કોર્ન મીલ નાખી દો. ધીરે ધીરે ઉકળતા પાણીને આ કોર્ન મીલમાં નાખીને હલાવતા જાવ અને ખીરું તૈયાર કરી લો. આ ખીરાંને 30 મીનિટ ઠંડુ થવા દો, પછી તેમા મોલાસિસ, મીઠુ અને બટર નાખીને સારી રીતે મેળવી લો. બ્રેડ પેનમાં કોર્નમીલના આ મિશ્રણને નાખો. ઉપરથી મેંદો અને તેના ઉપર યીસ્ટ નાખી દો. લાઈટ સેટિંગ પર તેને સેકો અને ગરમા ગરમ બ્રેડની મજા લો.

Share this Story:

Follow Webdunia gujarati