Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રેડ મિની પિઝા

બ્રેડ મિની પિઝા
N.D
સામગ્રી - બ્રેડ 6 સ્લાઈસ, ચણા અંકુરિત 1 ટેબલ સ્પૂન, બ્રેડ ક્રમ્સ, 1 ટેબલ સ્પૂન, ચાટ મસાલો 1/2 ટી સ્પૂન, રવો 1 ટેબલ સ્પૂન, મકાઈનો લોટ 1 ટેબલ સ્પૂન, મોટી સરસો, મીઠો લીમડો, લીલા ધાણા, ચટણી, સોસ સજાવટ માટે. મીઠુ સ્વાદ મુજબ. શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ).

બનાવવાની રીત - બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો.

પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવીને ગરમા ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati