મોરૈયાની ખીર
સામગ્રી- મોરિયો 2 મોટી ચમચી, દૂધ 1/2લીટર, ખાંડ 4 ચમચી સૂકા મેવા ઇચ્છાનુસાર ઘી 1 ચમચી
વિધિ- સૌથી પહેલા મોરૈયાને ધોઇ 10 મિનિટ માટે રહેવા દો પછી ભારે તળિયાના વાસણમાં ઘી નાખી ગર્મ કરી પછી તેમાં મોરૈયો નાખી ધીમે તાપ પર સેકો. તેમા દૂધ નાખી ઉકાળો. જયારે તેના દાણા ચઢી જાય ત્યારે તેમાં ખાંડ અને સુકા મેવા નાખી સર્વ કરો.
બટાકા ની બરફી
સામગ્રી - બટાકા 500 ગ્રામ, શક્કર 4 ચમચી, ઘી 4 ચમચી, એલચી પાવડર 1/2 ટી સ્પૂન, સૂકા મેવા સજાવટ માટે.
બનાવવાની રીત -સૌથી પહેલા બટાકાને બાફીને મસળી લો પછી પેનમાં ઘી ગરમ કરી બટાકાના મિશ્રણ નાખી ધીમી આંચ ઉપર સેકી તેમાં ખાંડ, ઈલાયચી પાવડર અને સમારેલા મેવા નાખી એક થાળીમાં ઘી લગાવી મિશ્રણ ને ફેલાવી દો. છરીથી કાંપા પાડી દો, કાજુ બાદામ થી સજાવી સર્વ કરો .
આગળ કોળાની ખીર