Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફરાળી ખસખસવાળા બટાકા

ફરાળી ખસખસવાળા બટાકા
N.D
સામગ્રી - 6 કાપેલા બટાકા, 2 ચમચી સમારેલા લીલા ધાણા, 2 ચમચી સેકેલી ખસખસ, 3 લીલા મરચા, 3 સૂકા લાલ મરચા, અડધો કપ પાણી, સ્વાદ મુજબ મીઠુ, 3 ચમચી તેલ.

બનાવવાની રીત - ખસખસમાં લીલા મરચા અને થોડા ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી લો અડધા તેલને ગરમ કરો અને બટાકાને 3-4 ભાગમાં ફ્રાય કરો. હવે આ તળેલા બટાકાને બાઉલમાં કાઢો. બાકીનુ બચેલુ તેલ ગરમ કરો અને તેમા સૂકા લાલ મરચાં નાખો, હવે તેમા ખસખસનુ પેસ્ટ નાખી 5 મિનિટ સુધી ધીમા તાપ પર ફ્રાય કરી લો.

હવે તેમા તળેલા બટાકાને નાખી અને મીઠુ નાખો. ઢાંકી દો અને 15 મિનિટ સુધી બફાવા દો અને ગરમ પીરસો.

Share this Story:

Follow Webdunia gujarati