Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી રેસીપી : બટાકા અને મગનું બર્ગર

નવી રેસીપી : બટાકા અને મગનું બર્ગર
P.R
સામગ્રી - 4 બર્ગર બન(નાના) માખણ જરૂર મુજબ, છીણેલુ ચીઝ 2 ક્યૂબ, સફરજન સમરેલુ 1, અડચી ચમચી લીંબૂનો રસ.

ટિકિયા માટેની સામગ્રી - બટાકા છીણેલા 2, પલાળેલી મગની દાળ, 1/2 કપ, માખણ 1 મોટી ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 1, ટોમેટો કેચઅપ એ મોટી ચમચી, મીઠુ સ્વાદ મુજબ, આમચૂર પાવડર 1/4 ચમચી, જીરા પાવડર સેકેલો 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, બ્રેડ સ્લાઈસ(પાણીમાં પલાળીને નીચોવેલી) 1.

બનાવવાની રીત - સૌ પ્રથમ મગને પ્રેશર કૂકરમાં 1/4 કપ પાણી અને 1/4 નાની ચમચી મીઠુ નાખીને એક સીટી વગાડી લો અને તેને જુદી મુકી દો. હવે એક મોટી ચમચી માખણ ગરમ કરીને તેમા ડુંગળીને ગુલાબી સેકી લો. તેમા મગની દાળ નાખો, એક મિનિત પછી ઉતારી લો. મસલેળા બટાકા, ટોમેટો કેચઅપ, ચીઝ, જીરા પાવડર, ગરમ મસાલો, આમચૂર અને મીઠુ સ્વાદમુજબ નાખીને મિક્સ કરી લો.

બનના આકારની ટિક્કી બનાવો, આખીરાત ફ્રિજમાં મુકો. સવારે પેનમાં થોડુ તેલ ગરમ કરી તળી લો. હવે બર્ગર બનને વચ્ચેથી કાપી લો અને બંને ભાગ પર માખણ લગાવો અને ગરમ તવા પર સેકી લો.

એક બનના પીસ પર ટિક્કી મૂકો. હવે સફરજનએન ગોળ કાપી લો, થોડો લીંબૂનો રસ છાંટી દો. બન પર ગોળ સફરજનની સ્લાઈસ મૂકો. બીજા બનના ભાગ વડે ઢાંકી દો અને સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati