Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચટપટી રેસીપી - કારેલા વગરની કારેલા ચાટ

ચટપટી રેસીપી - કારેલા વગરની કારેલા ચાટ
P.R
સામગ્રી - કારેલા નમકીન બનાવવા માટે - 250 ગ્રામ મેંદો, અડધી ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું, અડધી મચમી જીરું, અડધી ચમચી મરી પાવડર, 60 ગ્રામ તેલ, તળવા માટે પૂરતું તેલ.

ચાટ બનાવવા માટે - 2 બાફેલા બટાકા, એક કપ દહીં, અડધો કપ મીઠી ચટણી, લીલી ચટણી, ચપટી સૂંઠ, શેકેલું જીરું 1 નાની ચમચી, સ્વાદ અનુસાર સંચળ, સ્વાદ અનુસાર લાલ મરચુ, ચણાના લોટની ઝીણી સેવ એક કપ, એક ચમટો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો દાડમના દાણાં.

બનાવવાને રીત - સૌથી પહેલા મેંદાને ચાળી તેમાં તેલ, મીઠું, અજમો અને કાળા મરીનો પાવડર નાંખી પાણીની મદદથી કઠણ લોટ બાંધો. લોટ બાંધ્યાની 20 મનિટ પછી તેમાંથી લુઆ પાડી 5-6 ઇંચના વ્યાસમાં ગોળ પાતળી પૂરી વણી લો. ચાકુથી પૂરીની કિનારી છોડીને વચ્ચેથી થોડાં છુટાં-છુટાં કાપા પાડો. હવે બંને તરફથી ઉઠાવીને રોલ કરો. આ જ રીતે બધી પૂરીને રોલ કરી તૈયાર કરો.

કઢાઈમાં તેલ ગરમ કરી સામાન્ય બ્રાઉન રંગની થાય તે રીતે તળી લો.

હવે તળેલા કારેલાને પ્લેટમાં પેપર નેપકિન પર મૂકો જેથી બધુ તેલ ચૂસાઇ જાય. તો તૈયાર છે ચાટ બનાવવા માટેના કારેલા નમકીન.

ચાટ બનાવવાની રીત - દહીંમાં પાણી હોય તો તે કાઢી ફેંટી લો. હવે એક પ્લેટમાં 2 કારેલા મૂકો, દહીં નાંખો, સૂંઠ નાંખો, સમારેલા કે મેશ કરેલા બટાકા ઉપર નાંખો, લીલી ચટણી નાંખો, મીઠી ચટણી નાંખો. તેમાં ફરીથી થોડું દહીં નાંખી કાળા મરીનો પાવડર, સેવ, શેકેલું જીરું(આખું જીરું પસંદ ન હોય તો તેનો પાવડર બનાવીને વાપરો) અને લાલ મરચું પાવડર નાંખો.

ઉપરથી સમારેલી કોથમીર અને દાડમના દાણાંથી ગાર્નિશ કરી લો. તૈયાર છે કારેલા નમકીન ચાટ.

Share this Story:

Follow Webdunia gujarati