ઉપવાસની વાનગી - રાજગરાના ભજીયા
ઉપવાસની વાનગી - રાજગરાના ભજીયા
સામગ્રી: રાજગરાનો લોટ 2 વાટકી,અડધી ચમચી કાળી મરી પાવડર, 2 ચમચી કોથમીર , અડધી ચમચી લાલ મરચાનો પાવડર, ½ ચમચી જીરું, 1 લીલા મરી, તેલ 2 ચમચી,સિંધલૂણ સ્વાદપ્રમાણે ,મધ્યમ બટાકાની પાતળા સ્લાઈસ .
બનાવવાની રીત : સૌપ્રથમ રાજગરાના લોટને વાડકામાં લઈ તેમાં કાળી મરી, લાલ મરચું, જીરું, લીલા મરચા, મીઠું,કોથમીર નાખી ભજીયાનુ ખીરું તૈયાર કરી લો.આ મિશ્રણમાં 2 ચમચી તેલ નાખી ખૂબ સારી રીતે ફેંટવું ,આથી ભજીયા ફૂલશે અને નરમ અને ક્રિસ્પી બનશે .
હવે આ બેટર(ખીરામાં) બટાકાની ચિપ્સ નાખી ગરમ તેલમાં ડિપ ફ્રાય કરો.ફ્રાય કરતા ધ્યાન રાખો કે એને જલ્દી જલ્દી પલટ્વું અને 20 સેકંડમાં કાઢી લો .ગરમ રાજગરના ભજીયા તૈયાર છે . દહી સાથે સર્વ કરો.