Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારનો હેલ્ધી નાસ્તો - પેનકેક

સવારનો હેલ્ધી નાસ્તો - પેનકેક
P.R
પેન કેક ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં તો અત્યંત સરળ હોય છે. પેન કેકને કોઇપણ વસ્તુમાંથી બનાવી શકાય છે અને આ જ તેની ખાસિયત છે. જો તમે પણ ઘરે પેનકેન બનાવવા માંગો છો તો કેળામાંથી બનાવો. અહીં અમે તમને કેળામાંથી પેનકેક બનાવતા શીખવીશું.

સામગ્રી - 2 પાકેલા કેળા, 4 મોટી ચમચી છીણેલું પનીર, 12 મોટી ચમચી દૂધ, 4 ઈંડા, ચપટી તજનો પાવડર, તેલ, મેપલ સીરપ.

બનાવવાની રીત - કેળાને છોલીને એક મિક્સરમાં પીસી લો. પછી તેમાં પનીર, જવ અને 3 મોટા ચમચા દૂધ નાંખી ફરી એકસાથે પીસીને બાઉલમાં કાઢી લો.

હવે ઈંડાને એક-એક કરીને તોડો અને તેની સફેદીને અલગ કરી તેને કેળાના મિશ્રણમાં નાંખો. ત્યારબાદ તેમાં તજનો પાડવર મિક્સ કરો. બચેલું દૂધ પણ તેમાં ઉમેરી દો અને મિશ્રણને બરાબર હલાવો.

હવે એક નોન સ્ટિક પેનમાં થોડું તેલ નાંખી ગરમ કરો. તેમાં થોડું તૈયાર કરેલું મિશ્રણ નાંખી ફેલાવી દો. મધ્યમ આંચે બંને બાજુએથી સોનેરી રંગનું થાય ત્યાંસુધી શેકો. બરાબર શેકાઇ જાય એટલે સમજો તમારી પેનકેક તૈયાર છે. તેની ઉપર મેપલ સિરપ નાંખો અને તુરંત જ પીરસો.

Share this Story:

Follow Webdunia gujarati