Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુણકારી અને હેલ્ધી રેસીપી : સ્પ્રાઉટ ચાટ

ગુણકારી અને હેલ્ધી રેસીપી : સ્પ્રાઉટ ચાટ
P.R
સ્પ્રાઉટ(ફણગાવેલું) ચાટ સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી ગણાય છે કારણ કે તેમાં કઠોળ સહિત જાતજાતના શાકભાજીઓનું મિશ્રણ હોય છે. રોજ સવારે એક પ્લેટ સ્પ્રાઉટ ચાટ ખાવાથી તમારા દિવસભર માટે જરૂરી પોષણ એકસાથે મળી જશે. સ્પ્રાઉટ ચાટ બનાવવા માટે તે દાળ કે કઠોળ તેમજ શાકભાજીનો પ્રયોગ કરી શકો છો. આને ચટાકેદાર બનાવવા માટે ઉપરથી આંબલીની ચટણી, લીંબુ કે ચાટ મસાલાનો પ્રયોગ પણ કરી શકાય છે. તો આવો જાણીએ કે મગની દાળમાંથી કઇ રીતે હેલ્ધી સ્પ્રાઉટ તૈયાર કરી શકાય.
(તમે મગની દાળની જગ્યાએ આખા મગ કે તે સિવાયની તમને ભાવતી દાળ કે કઠોળ ફણગાવીને આ રીતે ચાટ બનાવી શકો છો.)

સામગ્રી - 1 કપ મગની દાળ ફણગાવેલી, 1 બારીક કાપેલી ડુંગળી, 1 બારીક કાપેલું ટામેટું, 1 નાની ઝીણી સમારેલી કાકડી, 2 બાફેલા બટાકા, મીઠું, લીંબુનો રસ, કાળા મરીનો પાવડર, આંબલીની ચટણી અને કોથમીર પ્રમાણસર.

બનાવવાની રીત - એક વાટકામાં ફણગાવેલી મગની દાળ અને કાપેલા બધા શાકભાજી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, લીંબુનો રસ કે ચાટ મસાલો અથવા આંબલીની ચટણી ઉમેરો. ત્યારબાદ તેમાં કાળા મરીનો પાવડર નાંખી બરાબર હલાવી દો. હવે આ મિક્સ કરેલી સ્પ્રાઉટ ચાટને એક પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીર નાંખી ગાર્નિશ કરી તેનો સ્વાદ માણો.

Share this Story:

Follow Webdunia gujarati