બનાવવાની રીત-- પનીરના ટૂકડાં કરી લો. કઢાઈમાં તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરું નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડા ત્યાંસુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યારપછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો.
એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાંખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખી એકાદ-મે મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી રાંધો. હવે ગેસની આંચ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.