Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રેસિપી આપશે તમને શરદીમાં પણ ગરમીનો ....

આ રેસિપી આપશે તમને શરદીમાં પણ ગરમીનો ....
, મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (15:55 IST)
શિયાળામાં કઈક ન કઈક ગર્મ ખાવાનું મન કરે છે. આવી સ્થિતિમાં એવું કઈક મળી જાય જે ન માત્ર ગરમ હોય પણ અંદરથી શરીરને પણ ગર્માહટ આપે તો શું કહેવું. આ શિયાળા તમે ટ્રાય કરો સરસોંનો શાગ અને તેને મક્કાની રોટલી અને માખણ કે દેશી ઘી સાથે પિરસવું. 
સામગ્રી- 
સરસવના લીલા પાન - 500 ગ્રામ 
પાલક- 150 ગ્રામ 
બથુઆ- 100 ગ્રામ 
ટમેટા- 250 ગ્રામ 
લીલા મરચાં - 2-3 
આદું- 2 ઈંચ લાબું ટુકડા 
સરસવનો તેલ - 2 ટીસ્પૂન 
ઘી- 2 ટી-સ્પૂન 
હીંગ- 2-4 પીંચ 
જીરું- 1/2 નાની ચમચી 
હળદર પાવડર- એક ચોથાઈ ચમચી 
મક્કાના લોટ- 1/4 કપ 
લાલ મરચા પાવડર- 1 ચોથાઈ ચમચી 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ - સરસો , પાલક અને બથુઆના પાનને સાફ કારી બે વાર સાફ પાણીથી ધોઈને ચાલણીમાં રાખો કે થાળીમાં રાખી લો. જેથી તેમાંથા પાણી નિકળી જાય. પાન ને જાડા થી જાડુ કાપી કૂકરમાં નાખો. એક કપ પાની નાખી ઉકાળવા રાખો. કુકરની સીટી આવ્યા પછી ગૈસ બન્દ કરી દો. અને પ્રેસર ખત્મ થવા દો. 
 
ટમેટા , લીલા મરચાં અને આદુંને મિક્સીમાં બારીક કાપી લો. 
 
કડાહીમાં તેલ નાખી ગરમ કરો. 2 ચમચી તેલ નાખી મક્કાના લોટને હળવા બ્રાઉન થવા સુધી શેકવું અને વાડકામાં કાઢી લો. 
 
વધેલા તેલ કડાહીમાં નાખી ગરમ કરો ગરમ તેલમાં હીંગ અને જીરું નાખી દો. હીંગ અને જીરું શેક્યા પછી હળદર પાવડર , ટમેટાનો પેસ્ટ અને લાલ મરચ પાવડર નાખી મસાલાને ત્યાર સુધી શેકવું જ્યારે સુધી મસાલો તેલ ન મૂકવ લાગે. તમે ઈચ્છો તો તેમાં લસણ અને ડુંગળી પણ નાખી શકો છો. 
 
- કુકરમાં સરસવના પાન કાઢો. અને મિક્સીમાં દરદરો વાટી લો. હવે શેકેલા મસાલામાં વાટેલા સરસવના પાન જરૂર મુજબ પાણી , શેકેલા મક્કાનો લોટ અને મીઠું નાખી ચમચાથી હલાવી દો. શાકને ઉકાળ આવતા પછી 5-6 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો. તમારી સરસવની શાક તૈયાર છે. 
 
તેમાં ઉપરથી માખણ કે ઘી નાખી ગરમા-ગરમ સરસવના સાગ અને મક્કાની રોટલી સાથે પિરસવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

5 પ્રકારના તેલ થી કરો ગર્દન પર માલિશ , કરચલીઓ થશે દૂર