Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોટા ઘરની દિકરી ભાગ-2

મોટા ઘરની દિકરી ભાગ-2
N.D
એક દિવસ બપોરના સમયે લાલબિહારી સિંહે બે ચકલીઓ લાવીને કહ્યુ - જલ્દીથી આનુ શાક બનાવી દો, મને ભૂખ લાગી છે. આનંદી ભોજન બનાવીને તેમની રાહ જોઈ રહી હતી. હવે તે નવી વાનગી બનાવવા બેઠી. ડબ્બામાં જોયુ તો ઘી અઢીસો ગ્રામથી વધુ નહોતુ. મોટા ઘરની દીકરી કરકસર શુ જાણે ? તેણે બધુ ઘી માંસમાં નાખી દીધુ. લાલબિહારી જમવા બેસ્યા, તો દાળમાં ઘી નહોતુ, તે બોલ્યા - દાળમાં ઘી કેમ નથી નાખ્યુ ?

આનંદીએ કહ્યુ - ઘી બધુ માંસમાં પડી ગયુ. લાલબિહારીએ જોરથી બોલ્યા - હજુ પરમ દિવસે તો ઘી લાવ્યો છુ, એટલામાં ખલાસ કરી નાખ્યુ ?

આનંદીએ જવાબ આપ્યો - આજે તો કુલ અઢીસો ગ્રામ હશે. તે બધુ મે માંસમાં નાખી દીધુ.

જેવી રીતે સુકી લાકડી જલ્દી સળગી જાય છે તેવી જ રીતે ચિંતાથી બેબાકળો માણસ વાત-વાતમાં ગુસ્સે થઈ જાય છે. લાલબિહારીને પત્નીની આ મજાક બહુ ખરાબ લાગી, તે ગુસ્સે થઈને બોલ્યો - પિયરમાં તો જાણે ઘી ની નદી વહેતી હોય.

સ્ત્રી ગાળો સહન કરી લે છે, માર સહન કરી લે છે,પણ પિયરની નિંદા તેનાથી સહન નથી થતી. આનંદી મોઢું ફેરવીને બોલી - હાથી મરશે તો પણ નવ લાખનો. ત્યાં આટલુ ઘી તો રોજ અમારા નોકર ખાઈ જાય છે.

લાલ બિહારી બળીને ખાખ થઈ ગયા, થાળી ઉઠાવીને ઉંધી કરી દીધી, અને બોલ્યા - ઈચ્છા થાય છે કે જીભ પકડીને ખેંચી લઉ.

આનંદીને પણ ગુસ્સો આવી ગયો. મોઢુ લાલ થઈ ગયુ, બોલી - તેઓ હોત તો આજે આની મજા ચખાવત.

હવે ઠાકુરથી ન રહેવાયુ. તેની સ્ત્રી એક સામાન્ય જમીનદારની છોકરી હતી. જ્યારે પણ ઈચ્છા થતી ત્યારે તેની પર હાથ ઉપાડી લેતો હતો. ડંડો ઉઠાવીને આનંદી તરફ જોરથી ફેંક્યો, અને બોલ્યો - જેમના ઉપર અભિમાન કરી રહી છે તેને પણ જોઈ લઈશ અને તને પણ.

આનંદીએ હાથ વડે ડંડાને રોક્યો, માથુ બચી ગયુ. પણ આંગળીમાં વધુ વાગ્યુ. ગુસ્સાથી હવામાં લહેરાતા પાંદડાઓની જેમ ઘ્રુજતી ઘ્રુજતી પોતાના રૂમમાં આવીને ઉભી રહી. સ્ત્રીનુ બળ અને હિમંત, માન અને મર્યાદા પતિ સુધી સીમિત છે. તેને પોતાના પતિના બળ અને પુરૂષત્વ પર ઘમંડ હોય છે. આનંદી લોહીનો ઘૂંટડો પી ને રહી ગઈ.

ક્રમ

વધુ આવતા અંકે

Share this Story:

Follow Webdunia gujarati