Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુ:ખ

દુ:ખ
N.D
નવવધુ પ્રીતમના દ્વારે ઉભી હતી. સાસુ-નણંદ, ફોઈ સાસુ, કાકી સાસુ, મામી સાસુ બધા સ્વાગત માટે ઉભા હતા. અચાનક જ સાસુને છોડીન બધામાં પરસ્પર ગણગણાટ ચાલુ થઈ ગયો. સ્વાગત માટે આરતી કોણ ઉતારશે. સાસુ તો વિધવા હતી.

બધી સ્થિતિને સમજી સાસુ પોતે પાછળ ખસી ગઈ. બધી સૌભાવતીઓએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ પરિસ્થિતિને પારખી ગયેલી નવવધુએ દ્રઢતા પૂર્વક પરંતુ નમ્રતાથી નજર ઝુકાવીને પોતાના વરને પૂછ્ય - મમ્મીના હાથે જ આરતી ઉતારવામાં આવે તો તમને કોઈ વાંધો તો નથી ને ? પુત્ર બોલ્યો - કેવી વાત કરે છે ? હું તો તારો પ્રસ્તાવ સાંભળીને ધન્ય થઈ ગયો.

પરંતુ ટપકતી આંખો અને કાંપતા હાથમાં સુકનની થાળી પકડીને માં વિચારી રહી હતી. 'કાશ, આ પહેલ મારી પુત્રીએ કરી હોત. ક્યાંક આ સંસ્કાર ન આપવા માટે હું તો દોષી નથી ?'

Share this Story:

Follow Webdunia gujarati