Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કલમની તાકત

કલમની તાકત
N.D
શહેરના જાણીતા પત્રકાર બલ બહાદુર સિંહે છાપા માટે એક હિમંતભર્યો (બોલ્ડ) લેખ લખ્યો. જેમા એ દિવસો દરમિયાન અંધેર મચાવી ચૂકેલ માફિયાઓનો ઉલ્લેખ હતો. આ લોકો નીચલા વર્ગની જમીન હડપવા માટે દરેક પ્રકારની તરકીબ અજમાવતા. ગરીબ સ્ત્રીઓની ઈજ્જત લૂટતા.

બલ બહાદુર સિંહે આવી ઘટનાઓની વિગત આંકડા સાથે લખી નાખી. જે માફિયાઓએ આગ ચાંપી હતી અને સ્ત્રીઓની ઈજ્જત લૂંટી હતી, એ બધાનુ નામ પણ લખી નાખ્યુ હતુ. પરંતુ આ બધુ લખ્યા પછી બલ બહાદુર ભરાઈ ગયો. તેથી પોતાનુ નામ લખવાને બદલે તેણે એક સામાન્ય નકલી નામ પસંદ કર્યુ. રામચંદ્ર સોનગરા. વસ્તીનુ નામ સાચુ, લેખકનુ નામ ખોટુ.

લેખ છાપામાં આવતા જ તહલકો મચી ગયો. નકલી નામનો જીવતો માણસ રામચ6દ્ર સોનગરા ગુંડોના ગુસ્સાનો શિકાર થયો. એ તો બિચારો કહેતો રહ્યો કે એણે એ લેખ લખ્યો જ નથી. પણ માર તો તેને પડતો જ રહ્યો. ત્યારે તેણે કહ્યુ - કરી લો તમને જે કરવુ હોય તે. મેં જ લખ્યુ છે. તમે વધુ શુ કરશો, મને મારી નાખશો ? મારી નાખો. આમ ખોટુ શુ લખ્યુ છે.

એટલામાં કેટલાક લોકો અને પોલીસે હસ્તક્ષેપ કર્યો. રામચંદ્ર સોનગરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેને ઘણુ વાગ્યુ હતુ. સ્થાનીક નેતાઓના પ્રભાવથી કેટલાકની ધરપકડ થઈ હતી. બીજા દિવસના છાપામાં આ વિગત વાંચી બલ બહાદુર સિંહને ખુશી થઈ.

શહેરના નીચલા વર્ગના સમર્થનમાં કેટલા વધુ લોકો આગળ આવ્યા. એક સમિતિ બની. બધાએ એક મતથી રામચંદ્ર સોનગરાને એ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો.

અન્યાય, અત્યાચારોના વિરુધ્ધ કરાતા ક્રિયા કલાપની સૂચનાઓ આવવા માંડી. વાર્તાલાપ થવા માંડ્યો. દલિતોની ઘણી જમીનો મુક્ત કરી લેવાઈ. તેઓ સાર્વજનિક નળ પરથી પાણી ભરવા લાગ્યા. આ બધુ રામચંદ્રના કુશળ નેતૃત્વમાં થઈ રહ્યુ હતુ.

આઠ મહિના પછી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારોની ઘોષણા થઈ, દલિત મુક્તિ સંઘર્ષને માટે રામચંદ્ર સોનગરાને 51 હજાર રૂપિયાનો પુરસ્કાર મળ્યો.

આ વાંચીને બલ બહાદુર સિંહે માથુ ફોડી લીધુ.

સાભાર - 'લોકકથા'
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ

Share this Story:

Follow Webdunia gujarati