Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરપ્રાઈઝ

સરપ્રાઈઝ
N.D
અભય, વિશાળ અને અતુલ એંજિનિયરિંગ થર્ડ ઈયરના વિદ્યાર્થીઓ હતા. તેઓ આમ તો જુદા જુદા શહેરોમાંથી આવ્યા હતા, પરંતુ હોસ્ટલમાં સાથે રહેતા-રહેતા તેઓ પાકા મિત્રો બની ગયા હતા.

આજ સવારથી ત્રણે ગંભીર વિષય પર ચિંતન કરી રહ્યા હતા. કદાચ તેઓ કોઈ પરિણામ પર પહોંચી ચૂક્યા હતા. અતુલે મોબાઈલ પર એક નંબર લગાવ્યો......

'હેલો'..

હલો સર, હું અતુલ બોલી રહ્યો છુ.

સર, આજે રાત્રે આઠ વાગે તમે વિક્ટોરિયા હોટલ પહોંચી જાવ. હું અભય અને વિશાલ તમને ત્યાંજ મળીશુ.

તમને ખબર પડી જશે. સરપ્રાઈઝ આપવાના છે. સાડા આઠ વાગે ગુપ્તા સરની સાથે ત્રણે હોટલની અંદર હતા. વાર્તાલાપ શરૂ થઈ ગયો, બે-બે જામ, સ્નેક્સમાં ફ્રાઈડ ફિશ, ચિકન લોલીપોપ વગેરે-વગેરે. પછી ડિનર, ડેજર્ટ અને પાન-સિગરેટથી શરૂઆત થઈ.

આમ તો ગુપ્તાજી અતુલ, અભય અને વિશાલના પ્રોફેસર હતા. પરંતુ વયમાં વધુ અંતર નહોતુ અને સ્વભાવમાં સમાનતાને કારણે તેમની વચ્ચે મૈત્રીનો સંબંધ હતો.

'અરે ભાઈ ! હવે તો બતાવી દો કે પાર્ટી કંઈ ખુશીમાં આપી. કારણ જાણવાની ઉત્સુકતા ગુણાજીને મનમાં ખળબળી મચાવી રહી હતી.

સર, કદાચ તમને યાદ નહી આજ એ ટીચર્સ ડે છે અને અમારી તરફથી આ એડવાંસ ગુરૂ દક્ષિણા હતી. વિશાલે હસતાં-હસતાં કહ્યુ. સાંભળીને ગુપ્તા સર જોર-જોરથી હસવા માંડ્યા. ઓડકાર લેતા બોલ્યા -

'થેંક યુ ફોર નાઈસ ડિનર ! ગુડનાઈટ' તેમણે પોતાની બાઈક ચાલુ કરી. આટલામાં અભયે અવાજ થોડો ઊંચો કરતા કહ્યુ -

'સર, જરા બાળકોનું ધ્યાન રાખજો. ગુડનાઈટ.

Share this Story:

Follow Webdunia gujarati