Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનુચિત વ્યવ્હાર: ફાંસ

અનુચિત વ્યવ્હાર: ફાંસ
N.D
ઘટના ગયા વર્ષના ગણેશોત્સ્વની છે. જ્યારે મને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આયોજિત એક સંગીત સંધ્યામાં જવાનુ આમંત્રણ મળ્યુ હતુ. મારા મિત્ર સાથે શાસ્ત્રીય ગીતનો આનંદ લેવા પહોચ્યો કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી હતી. કાર્યક્રમની મુખ્ય ગાયિકા પ્રસ્તુતી આપી રહી હતી. તેમના સુમધુર કંઠમાંથી નીકળતી સ્વર લહેરિયોને કારણે સંપૂર્ણ વાતાવરણ રસમય થઈ ચૂક્યુ હતુ. બધા શ્રોતાઓ જેમાં શહેરના કેટલાક ગણમાન્ય નાગરિકોનો પણ સમાવેશ થતો હતો, એકાગ્ર થઈને સંગીતનો આનંદ માણી રહ્યા હતા.

એટલામાં અચાનક હોલમાં એક સજ્જને પ્રવેશ કર્યો. ત્યાં ઉપસ્થિત મહાનુભવોએ તેમનુ સ્વાગત કર્યુ. એ સજ્જન તો ત્યાં આવતા જ વાતોમાં ખોવાઈ ગયા. મારા મિત્ર પાસેથી જાણવા મળ્યુ કે આ સજ્જન શહેરમાં નવા આવેલા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એક બાજુ મઘુર સંગીત ચાલી રહ્યુ હતુ, અને બીજી બાજુ આ સજ્જન ધીમી પણ કર્કસ અવાજમાં વાતો કરી રહ્યા હતા. સંગીતના શોખીનોના મનમાં ક્ષોભ થઈ રહ્યો હતો. થોડીવાર પછી એ સજ્જને પોતાનુ મનપસંદ ગીત ગાવાનુ શરૂ કરી દીધુ. પાસે બેસેલા લોકોને તેમનો વ્યવ્હાર જોઈને નવાઈ લાગી. મને પણ આશ્ચર્ય સાથે દુ:ખ થઈ રહ્યુ હતુ કે જ્યારે સંગીત સભા એક ચરમ સીમા પર હતી ત્યારે એક વિશેષ અતિથિના રૂપે આમંત્રિત ગણમાન્ય ને આ પ્રકારનો પોતાનો વ્યવ્હાર શોભે છે ખરો.

એક વ્યક્તિને છેવટે ન રહેવાતા તેમને વિનંતી કરીન ચૂપ બેસવા કહ્યુ તો તે ત્યારે તો કશુ ન બોલ્યા પણ મધ્યાંતર પછી પોતાના મિત્રની સાથે પાછળની બાજુએ બેસી ગયા અને ફરી વાતોમાં મગ્ન થઈ ગયા. તેમણે પોતાની પીઠને મંચ તરફ રાખી હતી. સંગીતની સ્વર લહેરીઓ વચ્ચે તેમનુ હાસ્ય અમને ફાંસ બનીને ખૂંચી રહ્યુ હતુ સાથે સાથે તેમનો અને તેમના મિત્રનો વ્યવ્હાર પણ. શુ આવો વ્યવ્હાર તેમના વ્યક્તિત્વને શોભે છે ?

Share this Story:

Follow Webdunia gujarati