Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાલિકા વધુની આનંદી જેવી છુ - અંબિકા ગૌર

બાલિકા વધુ આનંદી

બાલિકા વધુની આનંદી જેવી  છુ - અંબિકા ગૌર
વર્તમાન સમયમાં ટીવી પર સૌથી વધુ લોકર્પિય સીરિયલ છે કલર્સ પર આવતી 'બાલિકાવધુ'. આ સીરિયલમાં આવતી આનંદી(અંબિકા ગૌર) લોકો વચ્ચે આજે ખૂબ જ લોકર્પિય બની છે. તેનો બોલ-બોલ કરતા રહેવુ, દરેક વાતે પ્રશ્ન કરવો વગેરેમાં તેની નાદાનીની ઝલક જોવા મળે છે. અંબિકા ગૌર સાથેની મુલાકાતના કેટલાક અંશ.

P.R
તમે 'બાલિકા વધુ' સીરિયલમાં કામ કરવાનુ કેવી રીતે વિચાર્યુ ?
હુ 'બાલિકા વધુ' પહેલા ઘણી સીરિયલોમાં અને ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. મારી પ્રતિભાને સંજય વાધવા(બાલિકા વધુના નિર્દેશક) એ જોઈ અને તેમણે મને બાલિકા વધુના ઓડિશન માટે બોલાવી. હુ તેમને ખૂબ જ આભારી છુ કે તેમણે મને તેમની સાથે કામ કરવાની તક આપી.

બાલિકા વધૂમાં તમારુ 'આનંદી'નુ પાત્ર આજે ઘેર-ઘેર વખણાય છે. આ સીરિયલથી તમારા જીવનમાં શુ પરિવર્તન આવ્યુ ?
વધારે કંઈ નહી પરંતુ હવે લોકો મને આનંદી, ચઢેલી, ચુહિયા જેવા નામોથી બોલાવવા લાગ્યા છે.

શુ તમે અસલી જીંદગીમાં આનંદીને પસંદ કરો છો ?
હા, હુ આનંદી અને અંબિકા મહદ્દઅંશે એક જેવા જ છીએ. મને તેની જેમ વધુ બોલવુ પસંદ છે અને હુ મારા પાત્ર આનંદીની જેમ 'સાચી-સાચી' પણ વારેઘડીએ બોલુ છુ. મેં આનંદીની જેમ ઘણા બધા પ્રશ્નો પણ પુછુ છુ. પરંતુ આટલા પછી પણ અમારા બંને વચ્ચે એક જ અંતર છે કે આનંદી પરણેલી છે અને હું નથી.

તમારે માટે આનંદીનુ પાત્ર કેટલુ પડકારરૂપ રહ્યુ ?
જેમ કે હુ કહ્યુ કે આનંદી અને અંબિકા બંને એક બીજાને ઘણા મળતા આવે છે, તેથી મારે માટે આ પાત્રને ભજવવુ ખૂબ જ સરળ રહ્યુ.

તમારુ સપનું શુ છે ?
મારુ સપનુ મિસ યૂનિવર્સ બનવાનુ છે. આ બધુ તો મારા સપના સુધી પહોંચવાની સીડી માત્ર છે. હવે મેં એ દિશામાં કામ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે.

તમે અનુપમ ખેર અને શર્મિલા ટેગોરની સાથે ફિલ્મ પણ કરી રહ્યા છો, તેમની સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો ?
આ મારે માટે સૌભાગ્ય છે કે આટલા મોટા કલાકારોની સાથે કામ કરવાની મને તક મળી રહી છે. મને તેમની પાસેથી ઘણું શીખવાનું મળ્યુ છે. અનુપમ અંકલે તો મને ડાયલોગ બોલવાની ટીપ્સ પણ આપી છે.

તમે ફિલ્મમાં તમારા પાત્ર વિશે કાંઈક બતાવશો ?
આ ફિલ્મનુ નામ 'માર્નિગ વોક' છે અને ફિલ્મમાં મારા પાત્રનુ નામ ગાર્ગી છે. હું આ ફિલ્મમાં અનુપમ અંકલ અને શર્મિલા આંટીની પૌત્રીની ભૂમિકા ભજવી રહી છુ.

કોઈ અન્ય ફિલ્મ જે તમે કરી રહ્યા છો ?
હા, હુ 'પાઠશાલા' ફિલ્મમાં કામ કરી રહી છુ, જેમાં શાહિદ કપૂર મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.

જો તમને એકતા કપૂરની સીરિયલમાં કામ કરવાની તક મળે તો તમે કરશો ?
હા, કારણ કે મેં તેમની એક સીરિયલમાં કામ કર્યુ છે.

આ ઈંડસ્ટ્રીમાં ઘણા બાળ કલાકાર છે. શુ તમને કદી તેમનાથી અસુરક્ષિતની ભાવનાનો અનુભવ થાય છે ?
નહી, મને કદી કોઈનાથી અસુરક્ષાનો અનુભવ નથી થતો, કારણ કે તેઓ મારા પ્રથમ મિત્રો છે અને પછી સાથી છે.

Share this Story:

Follow Webdunia gujarati