Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે પ્રાથમિક ધોરણોના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની પદ્ધતિ ફરી અમલી બનશે

હવે પ્રાથમિક ધોરણોના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની પદ્ધતિ ફરી અમલી બનશે
, મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (13:53 IST)
ધોરણ એકથી આઠમાં રાજય સરકાર ફરીથી પાસ-નાપાસ પદ્ધતિનો અમલ કરવા જઇ રહી છે. હાલ વિદ્યાર્થીઓને પ્રાથમિકમાં નાપાસ કરવામાં આવતા નથી તેના બદલે હવે ધોરણ- 3કે તે પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા બાદ તેમને નાપાસ પણ કરાય તેવા સુધારાનો અમલ આગામી શૈક્ષણિક સત્રથી કરશે. કેન્દ્ર સરકાર દ્વારા હાલની આરટીઇ પદ્ધતિમાં ફેરફાર કરવા દેશભરના રાજયોનો અભિપ્રાય લેવાઇ રહ્યો છે તેમાં ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાત પાસ-નાપાસની પદ્ધતિની તરફેણ કરી રહી હોવાનો અભિપ્રાય તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરને આપી દીધો છે.

ગુજરાતના શૈક્ષણિક જગત, 80 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર જૂન-2011ના શૈક્ષણિક વર્ષથી જે પધ્ધતિ અમલી બનાવાઇ હતી તેમાં ધરમૂળથી ફેરફાર કરતો અને મોટી અસર પાડતો આ નિર્ણય સાબિત થશે. શિક્ષણ વિભાગના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તે અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આરટીઇનો જે તે વખતે નિર્ણય લેવાયો ત્યારે તેનો હેતુ સારો હશે પરંતુ તેના પરિણામો પરથી એવું લાગ્યું છે કે તેમાં હવે આમૂલ ફેરફાર કરવો જરૂરી છે. કોઇને નાપાસ નહીં કરવાના નિર્ણયના કારણે શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ શિક્ષણમાં જોઇએ તેટલા ગંભીર જણાતા ન હતા જેની અસર શિક્ષણના સ્તર પણ પડી છે. ગુણોત્સવના પરિણામોમાં પણ કેટલીક વિગતો બહાર આવી છે. કેન્દ્ર સરકારે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એક્ટ-2009માં ફેરફાર કરવા માટે રાજયનું મંતવ્ય માગ્યું છે.

  ભારત સરકાર દ્વારા 6થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સંસદમાં ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એક્ટ-2009 પસાર કરાયો હતો અને ગુજરાતમાં 2011થી તેનો અમલ શરૂ કરાયો હતો. જેમાં શાળામાં દાખલ કરેલા કોઇપણ બાળકને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ થતા સુધીમાં કોઇપણ ધોરણમાં રોકી શકાશે (નાપાસ) અથવા કાઢી મૂકાશે નહીં. પરીક્ષાના કારણે નાપાસ કે કાઢી મૂકવા પર આ નવા કાયદાથી પ્રતિબંધ આવી ગયો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકોએ સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું તે જોવા માટેનો નિર્ણય હોવાનું પણ તેમાં કહેવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તલોદના ટીડીઓએ ગુલાબ આપીને લોકોને શું સમજાવ્યું, જાણો એક મિશનની વાત