Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોશીયલ મીડીયામાં ગુજરાતના સાંસદો ફેલ

સોશીયલ મીડીયામાં ગુજરાતના સાંસદો ફેલ
અમદાવાદ , શુક્રવાર, 29 એપ્રિલ 2016 (12:29 IST)
અત્યાસ સુધી માનવામાં આવતુ હતુ કે લોકો સાથે સતત જોડાયેલા રહીને જમીની વાસ્તવિક્તાને સમજનાર લોકો માટે રાજકારણ બનેલુ છે. જો કે મોદી સરકારે આ માન્યતાને ખોટી સાબીત કરી દીધી છે. મોદી સરકારે ભાજપના સાંસદોનો પ્રભાવ માપવા માટે તેમના સોશ્યલ મિડાયા એકાઉન્ટની તપાસ કરવાની શરૂઆત કરી છે. સોશ્યલ મીડિયા પર સાંસદો કેટલા એક્ટિવ છે તેના આધારે તેમની લોકપ્રિયતા માપવામાં આવી રહી છે. ભાજપના ડિજીટલ સેલે વડાપ્રધાનની નરેન્દ્ર મોદીના આદેશ પર એક ડિજીટલ એમઆઈએસ બનાવની છે.

જેમાં તેમણે ભાજપના તમામ ૨૮૨ સાંસદોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ટ્રેક કર્યા છે. જેના આઘારે તૈયાર કરવામાં આવેલ રિપોર્ટમાં તમામ સાંસદોના ટિ્‌વટર અને ફેસબુક પર ફોલઅરની સંખ્યા, ટિ્‌વટ્‌સની સંખ્યા અને રિટવીટનો હિસાબ રજુ કરવામાં આવ્યો છે. આ ડિઝીટલ રિપોર્ટ મુજબ ભાજપમાં સ્ટાર પરફોર્મર રહ્યા છે વિદેશ મંત્રી સુષ્માં સ્વરાજ. જેમના ટિ્‌વટર પર ૫૦ લાખ ફોલોએર છે. જ્યાર ૮.૫ લાખ ફોલઅર સાથે નિતીન ગડકરી બીજા ક્રમાંકે છે. ત્યાર બાદ જનરલ વીકે સિંહ, કલરાજ મિશ્રા, રાજવર્દન રાઠોડ અને મહેશ શર્માને પણ સોશ્યલ મિડીયા પર સક્રીય રહેવા માટે સરકારની શાબાસી મળી છે.

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆ આ સોશ્યલ મીડિયા ટેસ્ટમાં ગુજરાતના સાંસદો ફેલ થયા છે. ગુજરાતના ૨૬ સાંસદોમાંથી ૧૫ સાંસદો તો ટિ્‌વટર અને ફેસબુક પર એક્ટિવ નથી. જ્યારે બાકીના ૧૧ સાંસદોની હાજરી પણ નહીવત જેવી છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થયા હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે સૌથી ખરાબ પરફોમન્સ ધરાવતા મંત્રીઓંમાં મેનકા ગાંધી ટોપ પર છે. આ ઉપરાંત હરીભાઈ ચૌધરીનુ પણ  આ યાદીમાં નામ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પુણ સોશ્યલ મિડાય પર ખુબ જ સક્રિય રહે છે. ટિ્‌વટર પર તેમના ૯૬ લાખથી વધુ ફોલોઅર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અગસ્તાને 3 ચૉપર્સ માટે મળ્યા 800 કરોડ, ડીલ કૈસલ થયા પછી પૈસા પરત નથી કર્યા