Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાયકલ ચાલકનું માથુ ઘડથી અલગ થઇ ગયું

સાયકલ ચાલકનું માથુ ઘડથી અલગ થઇ ગયું
અમદાવાદ, , મંગળવાર, 28 જૂન 2016 (11:05 IST)
ઓઢવ પાસે આવેલા રાજેન્દ્ર પાર્ક નજીક એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી હતી.  જેમાં લક્ઝરી બસની ટક્કરથી થાંભલો સાયકલ ચાલક પર પડતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સાયકલ ચાલકનું માથુ ધડથી અલગ થઈ જતી બિહામણુ દ્રશ્ય સર્જાયુ હતું. હાલ પોલીસે આ મામલે ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, રવિવારે રાત્રે એક વાગ્યાની આસપાસ એક સાયકલ ચાલક ઓઢવમાં આવેલ હરભોળાનાથ પાર્ક પાસેથી સાયકલ પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવી રહેલ નિરમા કંપનીની સ્ટાફ બસે તેને અડફેટે લીધો હતો. બસમાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ આગળ જઈને થાંભલા સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે થાંભલો પણ  તુટી પડ્યો હતો અને તે ત્યાં ટક્કર વાગવાના કારણે નીચે પડેલ સાયકલ ચાલક પર પડ્યો હતો.

આ બનાવમાં સાયકલ ચાલકનુ માથુ ધડથી અલગ થઈ ગયુ હતું, જેના કારણે બિહામણુ દ્રશ્ય સર્જાયુ હતું. ઘટનાની ગંભીરતા જોતા જ નિરમા કંપનીની સ્ટાફ બસનો ચાલક ઘટના સ્થળે જ બસ મુકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

જેણે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ફરાર બસ ચાલકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં બેફામ ડ્રાઈવીંગ અને આ પ્રકારના ડ્રાઈવીંગના કારણે સર્જાતા હિટ એન્ડ રનના કેસમાં વધારો થયો છે.  ત્યારે વધુ એક ચકચારી હિટ એન્ડ રનના પગલે શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફાર્મસી  તરફ ક્રેઝ વઘ્યો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#webviral અસ્થમા મટાડવા લોકોએ ગળી કાચી માછલી (વીડિયો)